Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : EVENING BULLETIN / Impact of CJP agitation till Nepal! Kejriwal's march against E20 petrol, huge rally of cow devotees in Tharad

VIDEO: EVENING BULLETIN / CJP આંદોલનની અસર નેપાળ સુધી! E20 પેટ્રોલ સામે કેજરીવાલનો મોર્ચો,  થરાદમાં ગૌભક્તોની વિશાળ રેલી

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 CJP આંદોલનની અસર નેપાળ સુધી!

App Store

દિલ્હીના વિદ્યાર્થી આંદોલનની અસર હવે નેપાળ સુધી પહોંચી છે! પરીક્ષાનું પેપર લીક થતાં જાગેલી બાલેન શાહ સરકારે આકરા પગલાં લેવાની અને દોષિતોને કડકમાં કડક સજા કરવાની ખાતરી આપી છે.

E20 પેટ્રોલ સામે કેજરીવાલનો મોર્ચો

પેપર લીક બાદ હવે ઇથેનલ મિશ્રિત E20 પેટ્રોલ મુદ્દે રાજકારણ ગરમાયું છે! કેજરીવાલે કેન્દ્ર સરકાર સામે નવો મોર્ચો ખોલી આગામી શનિવારે દિલ્હીમાં ભવ્ય ટાઉનહૉલ કાર્યક્રમની જાહેરાત કરી છે.

 ધર્મેન્દ્ર પ્રધાનના સ્વાગત પર કટાક્ષ

NEET મામલે રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું સંસદમાં ભવ્ય સ્વાગત થતાં કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. ભાજપના આ ઉત્સાહ પર કોંગ્રેસે કહ્યું કે આવનારા સમયમાં તેઓ ધર્મેન્દ્ર પ્રધાનને આ ત્યાગ અને તપસ્યા માટે 'ભારત રત્ન' આપવાની ભલામણ ન કરી દે! 

પેલેટ ગન ચલાવનાર જવાનની ઓળખ

નીટ પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન સંસદ માર્ચમાં વિદ્યાર્થીઓ પર પેલેટ ગનથી 7 રાઉન્ડ ફાયરિંગ કરનારા RAF જવાનની CRPFની તપાસ કમિટી દ્વારા ઓળખ કરી લેવામાં આવી છે.

ગુજરાતમાં મેઘતાંડવ: 14 ડેમ છલકાયા

ગુજરાતમાં છેલ્લા 5 દિવસના ભારે વરસાદ બાદ ચિત્ર બદલાયું છે! રાજ્યમાં મોસમી વરસાદ 52 ટકાએ પહોંચ્યો છે, જ્યારે 14 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને 21 ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે.

જૂનાગઢમાં બોગસ મંડળી કૌભાંડથી ખેડૂતોમાં રોષ

જૂનાગઢમાં બોગસ મંડળી કૌભાંડથી ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે! વિસાવદર અને જૂનાગઢ બાદ હવે માણાવદરના ઉંટડી અને વેકરી ગામના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. જાણ બહાર સભાસદ બનાવી દેવાતાં ખેડૂતોએ મંડળીઓ રદ કરી નો-ડ્યુ સર્ટિફિકેટ આપવાની માંગ કરી છે."

 થરાદમાં ગૌભક્તોની વિશાળ રેલી

ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા અને દેશવ્યાપી ગૌહત્યા પ્રતિબંધની માંગ સાથે થરાદમાં સંતો અને ગૌભક્તોએ વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.