VIDEO: EVENING BULLETIN / કેજરીવાલની પીએમ મોદીને ચેતવણી, એપસ્ટિન ફાઈલમાં નવો વળાંક, પાવાગઢ રોપ-વે બંધ રહેશે
કેજરીવાલની પીએમ મોદીને ચેતવણી
E20 ફ્યુઅલ સામે આમ આદમી પાર્ટીએ વિરોધ તેજ કર્યો છે. અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે ૨૦૨૩ પહેલાની ગાડીઓ માટે E20 સુરક્ષિત નથી. જો પીએમ મોદી આ નિર્ણય પાછો નહીં ખેંચે તો જનતા રોડ પર ઉતરશે.
એપસ્ટિન ફાઈલમાં નવો વળાંક
એપસ્ટીન ફાઈલમાં ૨૦૦૦થી વધુ વખત નામ ધરાવનાર મોડેલ સ્કાઉટ ડેનિયલ સિયાડ પેરિસમાં પોતાના ઘરેથી મૃત હાલતમાં મળી આવ્યો છે. ફ્રાન્સ પોલીસે સિયાડના રહસ્યમય મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
આસમમાં પૂરનો કોપ
આસમમાં પૂરથી અત્યાર સુધી ૭૫ લોકોના મોત નીપજ્યા છે અને ૩ લાખથી વધુ લોકો પ્રભાવિત છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે મૃતકોના પરિવારો માટે સહાય રકમ વધારીને 9 લાખ રૂપિયા કરી દીધી છે.
ઈરાન-ચીન વચ્ચે સંરક્ષણ ડીલ
ઈઝરાયલ સાથેના તણાવ વચ્ચે ઈરાને પોતાની હવાઈ સુરક્ષા મજબૂત કરવા ચીન સાથે કરોડો ડૉલરની મોટી ડીલ કરી છે. ઈરાન ચીન પાસેથી ૪૦૦ જેટલી 'મૅન-પોર્ટેબલ એર ડિફેન્સ મિસાઈલ્સ' ખરીદવા જઈ રહ્યું છે.
પાવાગઢ રોપ-વે બંધ રહેશે
પાવાગઢ જતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર! રોપ-વેની ટેકનીકલ જાળવણી અને સુરક્ષા મરામતની કામગીરીને પગલે આગામી ૫ દિવસ સુધી રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
દ્વારકામાં GSPL ગેસ પાઇપલાઇનનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ
દ્વારકાના ૨૯ ગામોમાંથી પસાર થતી GSPL પાઇપલાઇન સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. ઉભા પાકમાં ચાલતા જેસીબીના કામને અટકાવી ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે વળતર આપ્યા વિના કંપની બળજબરીથી કામ કરી રહી છે.
માળીયાહાટીનામાં દીપડાનો હુમલો
જુનાગઢના માળીયાહાટીનામાં અચાનક દીપડાએ એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સ્થાનિકોએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે.

