VIDEO: AFTERNOON BULLETIN / યુક્રેન પર રશિયાનો મોટો હુમલો! અમેરિકા-ઈરાન વચ્ચે કતારમાં મિટિંગ, ગુજરાતમાં વરસાદનું એલર્ટ
યુક્રેન પર રશિયાનો મોટો હુમલો!
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ફરી ભયાનક બન્યું છે! રશિયાએ કીવ પર ડઝનબંધ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલો વડે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે, જેનાથી સમગ્ર યુક્રેન ધ્રૂજી ઉઠ્યું છે."
અમેરિકા-ઈરાન વચ્ચે કતારમાં મિટિંગ
હોર્મુઝમાં તણાવ બાદ કતારની રાજધાની દોહામાં અમેરિકા અને ઈરાન વચ્ચે મહત્વની બેઠક યોજાઈ. સકારાત્મક ચર્ચા બાદ બંને દેશો હવે આગામી સમયમાં ફરીથી બેઠક યોજવા સંમત થયા છે."
તમિલનાડુ રાજકારણમાં મોટો ભૂકંપ!
તમિલનાડુના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે! AIADMK ના પૂર્વ મંત્રીઓ અને અગ્રણી નેતાઓ હવે અભિનેતા વિજયની પાર્ટી 'TVK' માં જોડાવા જઈ રહ્યા છે, જેનાથી આખું સમીકરણ બદલાઈ જશે!"
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ
મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદથી મુંબઈ, ઠાણે અને ભિવંડી પાણી-પાણી થઈ ગયા છે. વાહનવ્યવહાર ખોરવાયો છે અને હવામાન વિભાગે આગામી ૫ દિવસ માટે ભારે વરસાદનું હાઈ એલર્ટ આપ્યું છે."
અમરનાથ યાત્રાનો પ્રારંભ
‘બમ બમ ભોલે’ના જયઘોષ સાથે પવિત્ર અમરનાથ યાત્રા ૨૦૨૬ નો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. જમ્મુના બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થાને લીલી ઝંડી બતાવી રવાના કરાયો છે."
ગુજરાતમાં વરસાદનું એલર્ટ
ગુજરાતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે! હવામાન વિભાગે આજે જૂનાગઢ અને ગીર સોમનાથ માટે 'રેડ એલર્ટ' જ્યારે સુરત અને નવસારી સહિત ૧૦ જિલ્લાઓમાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે."
અરવલ્લીમાં જમીન કૌભાંડ
"અરવલ્લીના બાયડમાં એક મૃતક વ્યક્તિના નામે નકલી દસ્તાવેજો બનાવી જમીનનો પાવર ઓફ એટર્ની મેળવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે આ મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે."
અમદાવાદમાં મોટી છેતરપિંડી
અમદાવાદમાં રિયલ એસ્ટેટ વેપારી સાથે મોટી છેતરપિંડી થઈ છે. ઓફિસના જ વફાદાર મેનેજરે પોતાના પુત્ર અને પુત્રવધૂ સાથે મળીને, નવા પ્લાન્ટના નામે વેપારી પાસેથી ₹૧.૫૫ કરોડ પડાવી લીધા!

