VIDEO: NEWS AFTERNOON: ISISના ઠેકાણાઓ પર અફઘાનિસ્તાનની એરસ્ટ્રાઈક, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, ગુજરાતમાં મેઘતાંડવ: 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ISISના ઠેકાણાઓ પર અફઘાનિસ્તાનની એરસ્ટ્રાઈક!
પાકિસ્તાન હુમલાનો બદલો લેવા તાલિબાને પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને ભીષણ ડ્રોન અને એરસ્ટ્રાઈક કરી છે. બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના ISISના ઠેકાણાઓ ધ્વસ્ત કરાયા છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો!
મોંઘવારીની વચ્ચે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. ખાનગી ઓઇલ કંપની 'નાયરા એનર્જી'એ દેશભરમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ₹૫ અને ડીઝલમાં ₹૩નો મોટો ઘટાડો કર્યો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ સસ્તું થતાં કંપનીએ આ નિર્ણય લીધો છે. જો કે સરકારી કંપનીઓએ ભાવમાં કોઈ જ ફેરફાર કર્યો
કોમર્શિયલ ગેસ સિલિન્ડર રૂ. ૧૮૩ સસ્તો
જુલાઈના પહેલા જ દિવસે મોંઘવારીમાંથી મોટી રાહત મળી છે. ઓઈલ કંપનીઓએ ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૧૮૩ રૂપિયાનો ઘટાડો કર્યો છે, જેથી દિલ્હીમાં નવો ભાવ ૨,૯૩૦ રૂપિયા થયો છે. જોકે, ઘરેલું ગેસના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે.
એક્સપ્રેસ વે પર બસમાં આગ, ૭ ના મોત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર હરિદ્વારથી ઈન્દોર જતી ખાનગી બસમાં વહેલી સવારે ભીષણ આગ લાગતાં ૭ મુસાફરોના કરુણ મોત નીપજ્યા છે અને ૨૨ ઈજાગ્રસ્ત થયા છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં મેઘતાંડવ: ૧૦ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે વલસાડ અને દમણમાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' જ્યારે સુરત, નવસારી અને જૂનાગઢ સહિત ૧૦ જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. નવસારીમાં અગાઉ જ પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે.
સુરતમાં મોટો ભૂવો પડતાં ફસાઈ એસટી બસ!
સુરતના ઉધના ગામ નજીક મુખ્ય માર્ગ અચાનક બેસી જતાં એક એસટી બસ વિશાળ ભુવામાં ફસાઈ ગઈ છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ સ્થાનિકો પ્રી-મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે. હાલ વ્યસ્ત રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.
ભરૂચમાં દિવાલ ધસી પડતાં પિતા-પુત્રનું મોત
ભરૂચના આલી માતરીયા તળાવ પાસે કન્સ્ટ્રક્શન સાઇટની કમ્પાઉન્ડ વોલ અચાનક ધસી પડતાં કાટમાળ નીચે દબાવાથી એક જ પરિવારના ચાર સભ્યો કાટમાળ નીચે દબાયા હતા જેમાં પિતા-પુત્રના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે બે મહિલાઓનો બચાવ થયો છે. વરસાદના કારણે દિવાલ નબળી પડી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
ડોક્ટરના વિદાય સમારંભની ઉજવણીમાં દર્દીની સારવારમાં બેદરકારી!
સાબરકાંઠાના ઈડર હાઈવે પર અજાણ્યા કાર ચાલકે બાઈકને અડફેટે લેતા એક યુવકનું મોત થયું છે. વડાલી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ડોક્ટરના વિદાય સમારંભની ઉજવણીમાં વ્યસ્ત હોવાથી ઇજાગ્રસ્તને ૧૦૮ના કર્મચારીઓએ પ્રાથમિક સારવાર આપવી પડી હતી. પોલીસ હાલ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

