Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : NEWS AFTERNOON / A conspiracy was formed to kill me...' Trump's big claim, America's big action in H1B visa scam, youth dies in lion attack in Amreli

VIDEO: NEWS AFTERNOON / 'મારી હત્યાનું કાવતરું રચાયું...' ટ્રમ્પનો મોટો દાવો, H1B વિઝા સ્કેમમાં અમેરિકાની મોટી કાર્યવાહી, અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 મારી હત્યાનું કાવતરું રચાયું...' ટ્રમ્પનો મોટો દાવો

App Store

મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પના મતે, ઇરાન તેમનો જીવ લેવાનું કાવતરું રચી રહ્યું છે અને તેઓ ઇરાનના હિટ લિસ્ટમાં ટોપ પર છે.

અમેરિકી ઠેકાણા પર મિસાઈલ હુમલો

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ ભયાનક બન્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે કોઈ પણ ડીલ કરવાનો ઈનકાર કર્યા બાદ, ઈરાને વળતો પ્રહાર કરીને બહેરીન અને કુવૈતમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલો વરસાવી છે.

 H1B વિઝા સ્કેમમાં અમેરિકાની મોટી કાર્યવાહી

અમેરિકામાં H1B અને પર્મ વર્ક વિઝા કૌભાંડ મામલે સરકારે મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ તપાસમાં દિગ્ગજ આઇટી કંપની 'કોગ્નિઝન્ટ' સહિત અનેક મોટી કંપનીઓ એજન્સીઓના રડારમાં આવી ગઈ છે.

રામ મંદિર દાન ચોરી મામલે  SBIની ભૂમિકા સામે  સવાલ
 
અયોધ્યા રામ મંદિરમાં ભક્તોના દાનની ગણતરીમાં ગેરરીતિને લઈને મોટો ખુલાસો થયો છે. SIT તપાસમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠતા હવે કાયદાકીય તપાસનો સકંજો કસાયો છે.

ચોમાસાનો કહેર: દેશના અનેક રાજ્યોમાં ઇમારતો ધરાશાયી

દેશમાં ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદે કહેર મચાવ્યો છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે મકાનો ધરાશાયી થવાની મોટી દુર્ઘટનાઓ સામે આવી છે. મુસળધાર વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાતા રેલ અને રોડ વાહનવ્યવહાર ખોરવાયો છે.

 અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત

અમરેલીના લીલીયા નજીક સિંહના હુમલામાં ૨૧ વર્ષીય સોહિલ નામના યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. વન વિભાગના મતે સિંહ મેટીંગ પીરીયડમાં હોવાથી ઉશ્કેરાયો હતો, હાલ ૯થી ૧૨ વર્ષના સિંહને રેસ્ક્યુ કરાયો છે.

ગુજરાતમાં મેઘરાજાના ખમૈયા

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘમહેર  બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગ અનુસાર, આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં ભારે વરસાદનું કોઈ એલર્ટ નથી, માત્ર હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

સુરતમાં ખાડીપૂર: લીંબાયત પાણી-પાણી

હીરાનગરી સુરતમાં ભારે વરસાદ બાદ લીંબાયત વિસ્તારમાં ખાડી ઓવરફ્લો થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. માધવબાગ અને પર્વત પાટિયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.