Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Drone attack on LNG tanker coming to India, Middle East on high alert! Due to heavy rain, railway services were suspended

VIDEO: NEWS AFTERNOON/ ભારત આવી રહેલા LNG ટેન્કર પર ડ્રોન હુમલો, અમેરિકા-ઈરાન વચ્ચે મહાયુદ્ધ, મિડલ ઈસ્ટ હાઈ એલર્ટ પર! ભારે વરસાદથી રેલવે વ્યવહાર ઠપ્પ

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારત આવી રહેલા LNG ટેન્કર પર ડ્રોન હુમલો!

App Store

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કતારથી ગુજરાતના દહેજ પોર્ટ આવી રહેલા 'એલએનજીસી અલ રેકય્યાત' જહાજ પર ઓમાન નજીક શંકાસ્પદ ડ્રોન હુમલો થયો છે. હુમલાને કારણે એન્જિન રૂમમાં ભીષણ આગ લાગી હતી, પરંતુ સદનસીબે ૪ ભારતીય સહિત તમામ ૨૯ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે અને કોઈ ગેસ લીકેજ થયું નથી.

અમેરિકા-ઈરાન વચ્ચે મહાયુદ્ધ: મિડલ ઈસ્ટ હાઈ એલર્ટ પર!

પશ્ચિમ એશિયામાં યુદ્ધની આગ ભભૂકી! જહાજો પર હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાનમાં આયતુલ્લા ખામેનેઈના અંતિમ સંસ્કાર વચ્ચે જ મોડી રાત્રે ભયાનક એરસ્ટ્રાઈક કરી IRGCના ૮૦થી વધુ સૈન્ય મથકો ધ્વસ્ત કર્યા છે. આ હુમલા બાદ ઈરાને કુવૈત પર ડ્રોન-મિસાઈલથી વળતો પ્રહાર કર્યો છે, જેને પગલે ખાડી દેશ બહેરીનમાં પણ કટોકટીના સાયરન વાગ્યા છે અને સમગ્ર મિડલ ઈસ્ટમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે.

પાકિસ્તાનનું કાર્ગો વિમાન રડાર પરથી અચાનક ગાયબ!

મોટી વિમાન દુર્ઘટનાની આશંકા! શારજાહથી કરાચી આવી રહેલું 'K2 એરવેઝ'નું ૨૭ વર્ષ જૂનું બોઇંગ-737 કાર્ગો વિમાન નેવિગેશન સિસ્ટમ ખોરવાતાં રડાર પરથી ગાયબ થયું છે. ફ્લાઈટરડારના ડેટા મુજબ, વિમાન 22,400 ફૂટ પ્રતિ મિનિટની જોખમી ઝડપે સમુદ્ર તરફ ખાબક્યું હતું. પાકિસ્તાની નેવી અને કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.

FBIની મોટી કાર્યવાહી: લોરેન્સ બિશ્નોઈ ગેંગનું ગ્લોબલ નેટવર્ક ધ્વસ્ત!

અમેરિકન એજન્સી FBIના 'ઓપરેશન હાર્ડ બોલ' હેઠળ અમેરિકા, કેનેડા અને સ્પેનમાં 50 થી વધુ સ્થળોએ દરોડા પાડીને ૨૪ ગુનેગારોની ધરપકડ કરાઈ છે. જેલમાંથી ઓપરેટ થતી બિશ્નોઈ ગેંગ સહિત ૩ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ પાસેથી 1,000 કિલો કોકેઈન અને હથિયારો જપ્ત કરાયા છે, જેઓ ખંડણી અને ડ્રગ્સ સ્મગલિંગના નેટવર્ક સાથે વૈશ્વિક આતંક મચાવી રહ્યા હતા.

સુરત અને વલસાડમાં ભારે વરસાદ: પલસાણામાં પૂર જેવી સ્થિતિ!

ભારે વરસાદથી જળબંબાકાર! સુરતના પલસાણામાં ૧૭.૫ અને કામરેજમાં ૧૫.૮ ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત-વલસાડમાં ૮ જુલાઈએ શાળાઓ બંધ રાખવામાં આવી છે, જ્યારે રાંદેરમાં કરંટ લાગવાથી બે મિત્રોના કરુણ મોત થયા છે. રાજ્યના 11 ડેમો હાઈ એલર્ટ પર છે અને એનડીઆરએફની 36 ટીમો તૈનાત કરાઈ છે.

ભારે વરસાદથી રેલવે વ્યવહાર ઠપ્પ: અનેક ટ્રેનો રદ!

નવસારી-મરોલી સેક્શનમાં પાટા પર પાણી ભરાતાં મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનનો રેલવે વ્યવહાર ખોરવાયો છે. ભુજ-દાદર સયાજીનગરી એક્સપ્રેસ ટૂંકાવીને ગાંધીધામ સુધી જ દોડાવાશે, જ્યારે કર્ણાવતી, તેજસ, વંદે ભારત અને ડબલ ડેકર જેવી બંને દિશાની પ્રીમિયમ ટ્રેનો સંપૂર્ણપણે રદ કરાઈ છે. રેલવેએ મુસાફરોને 139 પર સ્ટેટસ ચેક કરવા અપીલ કરી છે.

કોઝવે ડૂબતાં કોટમદર ગામ સંપર્કવિહોણું, જનતામાં આક્રોશ!

મુશળધાર વરસાદને પગલે સાપુતારાના તળેટી વિસ્તારનું કોટમદર ગામ છેલ્લા બે દિવસથી મુખ્ય માર્ગથી કપાઈ ગયું છે. કોટમદર-જાખાના કોઝવે પર પાણી ફરી વળતાં ૧૦૮ એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાઓ પણ ઠપ્પ થઈ ગઈ છે. અગાઉ ચૂંટણી બહિષ્કાર કરવા છતાં તંત્રએ ઊંચો પુલ ન બનાવતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગરમાં ટ્રકની ટક્કરે બાઇક સવાર 21 વર્ષીય યુવકનું મોત!

સુરેન્દ્રનગરના વસ્તડી હાઈવે પર કાળમુખા ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારતાં પાણશીણા ગામના 21 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હોવાથી જોરાવરનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.