Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : EVENING BULLETIN / High Court's big decision in Ahmedabad serial blast case, Blast near French President's hotel in Damascus, 70 times theft of Ram Mandir donation

VIDEO: EVENING BULLETIN / અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય, દમાસ્કસમાં ફ્રાન્સના પ્રમુખની હોટેલ નજીક બ્લાસ્ટ, રામ મંદિરના દાનમાં 70 વખત ચોરી

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય

App Store

અમદાવાદમાં વર્ષ ૨૦૦૮માં થયેલા સિરીયલ બોમ્બ બ્લાસ્ટના મામલામાં ગુજરાત હાઈકોર્ટે મંગળવારે એક મોટો ચુકાદો આપ્યો છે. તમને જણાવી દઈએ કે, હાઈકોર્ટે સ્પેશિયલ કોર્ટના આદેશ પર મંજૂરીની મહોર મારી દીધી છે. આ કેસમાં ૩૮ આતંકીઓને આપવામાં આવેલી ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે. જ્યારે, ૧૧ આતંકીઓની આજીવન કેદની સજા પણ યથાવત રહેશે.

દમાસ્કસમાં ફ્રાન્સના પ્રમુખની હોટેલ નજીક બ્લાસ્ટ

સીરિયાની રાજધાની દમાસ્કસ આજે ૭ જુલાઈએ એક પછી એક થયેલા પ્રચંડ ધડાકાઓથી ધ્રુજી ઊઠી હતી. આ ધડાકા એવા સમયે થયા જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સીરિયાના પ્રવાસે છે. તેઓ જેવા જ રાષ્ટ્રપતિ અહેમદ અલ-શરાને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, કે તરત જ જોરદાર ધડાકાઓનો અવાજ સંભળાયો. મહત્વની વાત એ પણ છે કે, એક બોમ્બ એ હોટેલની બહાર આવીને પડ્યો જ્યાં મેક્રોન રોકાયેલા છે.

 પીએમ મોદીને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોના અંગત આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈએ ત્રણ દેશોના રાજદ્વારી પ્રવાસના ભાગરૂપે ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીની આ ચોથી ઇન્ડોનેશિયા યાત્રા છે. જ્યાં તેમનું અત્યંત ભવ્ય અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.આ  પ્રવાસ દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન ‘બિન્તાંગ આદિપૂર્ણ ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા’ મેડલ એનાયત કરવાની જાહેરાત કરી હતી.

વાયનાડમાં મોટી દુર્ઘટના: ટનલ પ્રોજેક્ટ પર ભૂસ્ખલન

કેરળના વાયનાડ જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે મંગળવારે એક મોટું ભૂસ્ખલન (Landslide) થતાં ભારે તબાહી સર્જાઈ છે. આ કુદરતી હોનારતમાં બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટના મલપ્પુરમ અને વાયનાડ જિલ્લાને જોડતા અનાક્કામપોયલ-મેપ્પાડી ટનલ રોડ પ્રોજેક્ટના નિર્માણ સ્થળની નજીક, કલ્લાડી ખાતે મીનાક્ષી બ્રિજ પાસે ઘટી હતી.

રામ મંદિરના દાનમાં 70 વખત ચોરી

અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીના મામલામાં વિશેષ તપાસ ટીમ (SIT)ના પ્રાથમિક રિપોર્ટમાં સુરક્ષાની ગંભીર ખામીઓ અને સંગઠિત ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. મંદિરમાં 27 એપ્રિલ, 2026થી 5 જૂન, 2026 વચ્ચેના 40 દિવસના સીસીટીવી ફૂટેજની તપાસમાં સામે આવ્યું છે કે, કાઉન્ટિંગ રૂમના કર્મચારીઓએ નોટોના બંડલ અને છુટા પૈસા પોતાના કપડાં, બૂટ અને ખિસ્સામાં છુપાવીને કુલ 70 વખત ચોરી કરી હતી.

કોકરોચ જનતા પાર્ટીને લઈને મોટો નિર્ણય

દિલ્હી હાઈકોર્ટે કોકરોચ જનતા પાર્ટી અને અભિજીત દીપકેને મોટી રાહત આપી છે. કોર્ટે અભિજીતની પાર્ટીના X એકાઉન્ટને અનબ્લોક કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ અભિજીત દીપકેની અરજી મંજૂર કરી છે અને જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની પ્રાથમિક ચિંતા હવે પ્રાસંગિક રહી નથી, કારણ કે NEET પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. તેથી કોકરોચ જનતા પાર્ટીના X એકાઉન્ટ પર લગાવેલો પ્રતિબંધ હટાવી દેવો જોઈએ. 

ગુજરાતમાં વરસાદની એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ

ગુજરાત પર એકસાથે ત્રણ ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં હવામાન વિભાગે આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદની હાઈ ઍલર્ટ આગાહી જાહેર કરી છે. હાલ ચોમાસાની મુખ્ય લાઇન સમગ્ર રાજ્યમાંથી પસાર થઈ રહી હોવાના કારણે આગામી 24 કલાક ખૂબ જ કટોકટીભર્યા બની રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે.

 ગુજરાતમાં મેઘમહેર

ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે અને સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી છે. જેમાં વાપીમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો છે.