VIDEO: EVENING BULLETIN / ટ્રમ્પના નિવેદન પર ઈરાનનો વળતો પ્રહાર, રામ મંદિર દાન ચોરીના CCTV રિકવર, નડિયાદના મેયરની ફજેતી
પૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવાનું નિધન
ગુજરાતના પૂર્વ વન મંત્રી અને ૧૦ વખત ધારાસભ્ય બનવાનો અદભુત રેકોર્ડ ધરાવતા આદિવાસી અગ્રણી મોહનસિંહ રાઠવાનું ૮૨ વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન થયું છે, જેનાથી રાજકીય જગતમાં શોક છવાયો છે."
ટ્રમ્પના નિવેદન પર ઈરાનનો વળતો પ્રહાર
ડોનાલ્ડ ટ્રમ્પના ચોંકાવનારા દાવા પર ઈરાને આકરો પલટવાર કર્યો છે. ઈરાની દૂતાવાસે અમેરિકા પર નિશાન સાધતા કહ્યું કે, 'અમેરિકા પાસે ન તો કોઈ સભ્યતા છે, ન ઈતિહાસ કે ન કોઈ સન્માન', આ સાથે જ તેમણે ઉમેર્યું કે વ્યક્તિને મારી શકાય છે પણ તેના આદર્શોને નહીં."
ટ્રમ્પનો નેતન્યાહૂ પર કટાક્ષ
વ્હાઇટ હાઉસમાં યોજાનારી સંભવિત મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના પીએમ પર કટાક્ષ કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે, 'નેતન્યાહૂને બરાબર ખબર છે કે બોસ કોણ છે', જેથી તેમણે મુલાકાતની વિનંતી કરી છે."
રામ મંદિર દાન ચોરીના CCTV રિકવર
"અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં SITના હાથે મહત્વના પુરાવા લાગ્યા છે. રિકવર કરાયેલા CCTV ફૂટેજમાં આરોપીઓ પોતાના ખિસ્સા અને મોજામાં નોટોના બંડલ છુપાવતા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.
પાસપોર્ટ રેન્કિંગમાં ભારતનું ખરાબ પ્રદર્શન
ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ ૨૦૨૬માં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય પાસપોર્ટ ટોપ-૧૦૦ની યાદીમાંથી બહાર થઈને ૧૨૫મા ક્રમે પહોંચી ગયો છે, જેનાથી હવે માત્ર ૨૬ દેશોમાં જ વિઝા-ફ્રી પ્રવાસ મળશે."
નડિયાદના મેયરની ફજેતી
નડીયાદમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી દર્શાવવા મેયર મનીષ પટેલે સોશિયલ મીડિયા પર એકફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટો AI જનરેટેડ હોવાનું ખૂલતાં જ સમગ્ર શહેરમાં તેમની ભારે ફજેતી અને નિંદા થઈ રહી છે."
અમરેલીમાં ભારે વરસાદ
અમરેલી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાંભા અને રાજુલામાં ૬ થી ૭ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં રસ્તાઓ નદી બન્યા છે અને ડેમો ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

