Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : EVENING BULLETIN / Big blow to Hindus in Britain, ultimatum to Telegram over piracy, 4 days of heavy rain forecast in Gujarat

VIDEO: EVENING BULLETIN / બ્રિટનમાં હિન્દુઓને મોટો ઝટકો, પાઇરસી મુદ્દે ટેલિગ્રામને અલ્ટિમેટમ, ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તિસ્તા પ્રોજેક્ટમાં ચીનની એન્ટ્રીથી ભારત ઍલર્ટ

App Store

બાંગ્લાદેશના તિસ્તા પ્રોજેક્ટમાં ચીનની એન્ટ્રી થતાં ભારત સંપૂર્ણ ઍલર્ટ મોડ પર છે. પડોશી દેશની ગતિવિધિઓ પર નજર રાખવા સાથે ભારતે જરૂર પડ્યે યોગ્ય પગલાં લેવાની ચેતવણી આપી છે.

પાઇરસી મુદ્દે ટેલિગ્રામને અલ્ટિમેટમ

ફિલ્મો અને વેબ સીરિઝની ઓનલાઈન ચોરી રોકવા માટે ભારત સરકારે ટેલિગ્રામને કડક નોટિસ ફટકારી છે. પાઇરેટેડ કન્ટેન્ટ હટાવવા માટે પ્લેટફોર્મને ૧૫ દિવસનું અલ્ટિમેટમ અપાયું છે.

બ્રિટનમાં હિન્દુઓને મોટો ઝટકો

બ્રિટનના કેમ્બ્રિજશાયરમાં પ્રથમ હિન્દુ મંદિર બનાવવાનું સપનું અધૂરું રહ્યું છે. સ્થાનિક કાઉન્સિલે મંદિર માટે અનામત રાખેલી જમીન એક ચર્ચ નેટવર્કને ૯૯૯ વર્ષની લીઝ પર સોંપી દીધી છે. આ પ્રોજેક્ટમાં એક મુસ્લિમ સંગઠન પણ ભાગીદાર બનશે, જેને નમાજ પઢવા તેમજ ધાર્મિક શિક્ષણ આપવા માટે અલગ જગ્યા ફાળવવામાં આવશે.

મમતા બેનરજીને મોટો ઝટકો

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. તેમના સૌથી વિશ્વસનીય નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્યએ  TMC પ્રમુખ સહિત તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું છે.

ગુજરાતમાં ૪ દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી ૪ દિવસ સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

પાટણમાં ધારાસભ્યના પાલિકા પર પ્રહાર

પાટણમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતાં ધારાસભ્ય કિરીટ પટેલે પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે ચીફ ઓફિસર પર માત્ર શોબાજી અને ફોટા પડાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

રામ મંદિર વિવાદ પર શંકરાચાર્યનું નિવેદન

અયોધ્યા રામ મંદિર દાન વિવાદ પર દ્વારકા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે સરકાર મંદિરને આસ્થાના બદલે પર્યટન અને રાજનીતિનું કેન્દ્ર સમજી રહી છે, જે અયોગ્ય છે.

 ચાલુ વરસાદે ગરનાળા પરનો એક ભાગ ધસી પડ્યો

તાપીના વ્યારામાં ભારે વરસાદ વચ્ચે તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી છે! વોર્ડ નંબર ૪માં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને જોડતા માર્ગ પર બ્યુટિફિકેશન હેઠળ બનેલા ગરનાળાનો એક ભાગ ચાલુ વરસાદે ધસી પડ્યો છે. અગાઉ વિપક્ષ દ્વારા આ કામમાં ગેરરીતિ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા હતા, જે આજે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત તરીકે છતી થઈ છે.