Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Trump's shocking claim, 147 kg Ramcharitmanas missing from Ram temple? 15% isobutanol blend in diesel

VIDEO: NEWS AFTERNOON/ "એક જ હુમલામાં બધાને મારી દીધા હોત..." ટ્રમ્પનો ચોંકાવનારો દાવો, રામ મંદિરમાંથી 147 કિલોની રામચરિતમાનસ ગુમ? ડીઝલમાં 15% આઇસોબ્યુટેનોલ મિશ્રણ

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

"એક જ હુમલામાં બધાને મારી દીધા હોત..." ટ્રમ્પનો ચોંકાવનારો દાવો!

App Store

"ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા ઇચ્છત તો ખામેનેઈની દફનવિધિ વખતે એકઠા થયેલા તમામ ઈરાની નેતાઓને એક જ હુમલામાં મારી શકતું હતું. પરંતુ ન્યૂક્લિયર ડીલની વાટાઘાટો ચાલુ રાખવા માટે અમેરિકાએ આ પગલું ન ભર્યું."

રામ મંદિરમાંથી 147 કિલોની રામચરિતમાનસ ગુમ?

"પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવનો દાવો છે કે તેમણે રામ મંદિર ટ્રસ્ટને દાનમાં આપેલી ₹૫ કરોડની ૧૪૭ કિલોની સોનાની 'રામચરિતમાનસ' ગુમ થઈ છે. ચંપત રાયને રૂબરૂ સોંપેલી આ ભેટની રસીદ પણ મળી નથી."

ડીઝલમાં ૧૫% આઇસોબ્યુટેનોલ મિશ્રણ

"પેટ્રોલ પછી હવે સરકાર ડીઝલમાં ૧૫ ટકા સુધી 'આઇસોબ્યુટેનોલ' મિશ્રિત કરવાની તૈયારી કરી રહી છે. નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે ઇંધણની આયાત ઘટાડવા અને પ્રદૂષણ રોકવા માટે આ બાયોફ્યુઅલ ટેક્નોલોજીનું સફળ પરીક્ષણ કરાયું છે."

અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદ!

"અમદાવાદમાં મોડી રાતે દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 196 તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ગીર સોમનાથના ઉનામાં સૌથી વધુ સાડા 6 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે."

ડાંગમાં નદીઓ બે કાંઠે!

"ડાંગ જિલ્લામાં ગત રાત્રિથી સતત વરસાદને પગલે પૂર્ણા અને અંબિકા સહિતની મુખ્ય નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં આહવામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે અને વહીવટી તંત્રે લોકોને નદી કિનારે ન જવા અપીલ કરી છે."

સુરેન્દ્રનગરમાં પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

"સુરેન્દ્રનગરના તમામ ૧૦ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. લીંબડી અને સાયલામાં સૌથી વધુ ૫ ઇંચ વરસાદથી જળાશયોમાં નવા નીર આવ્યા છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે."

મોરબીમાં ખેડૂત આંદોલનની લડાઈ જન આંદોનમાં ફેરવાઈ!

"મોરબીના જેતપરમાં વીજ પોલના વળતર માટે ખેડૂતોના આંદોલનનો આજે ૧૮મો દિવસ છે. આંદોલનને વેગ આપવા યોજાયેલા લોક ડાયરામાં હજારોની જનમેદની ઉમટી પડતા હવે આ લડાઈ જન આંદોલનમાં ફેરવાઈ ગઈ છે."

રાજકોટમાં ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ

"રાજકોટના મોરબી રોડ પર અવાવરુ કૂવામાં બે દિવસથી ફસાયેલા યુવકને ફાયર બ્રિગેડે બચાવી લીધો છે. કૂવામાં ઝેરી નાગના ભય વચ્ચે પણ જવાનોએ બહાદુરીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી યુવકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.