Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Indiscriminate firing at US mall, DMK leader arrested for controversial remarks, landslides in Surat amid heavy rains

VIDEO: NEWS AFTERNOON/ અમેરિકાના મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, વિવાદાસ્પદ ટિપ્પણી બદલ DMK નેતાની ધરપકડ, સુરતમાં ભારે વરસાદ વચ્ચે જમીન ધસી

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમેરિકાના મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, 2 મોત

App Store

અમેરિકાના મિશિગનમાં ડિયરબોર્ન શહેરના વ્યસ્ત શોપિંગ મોલમાં સામાન્ય બોલાચાલી બાદ અંધાધૂંધ ગોળીબાર થયો. આ હુમલામાં બે નિર્દોષ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ફાયરિંગ બાદ હુમલાખોર ફરાર થઈ જતાં પોલીસે સીસીટીવીના આધારે શોધખોળ હાથ ધરી છે.

પાકિસ્તાનમાં કોસ્ટ ગાર્ડ કેમ્પ પર આત્મઘાતી હુમલો!

પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં ફરી મોટો આતંકી હુમલો! પ્રતિબંધિત સંગઠન BLA ના આત્મઘાતી લડવૈયાઓએ ગ્વાદર પાસે આવેલા કોસ્ટ ગાર્ડ કેમ્પ પર હુમલો કર્યો છે. સંગઠનનો દાવો છે કે ભારે હથિયારો સાથે કેમ્પમાં ઘૂસીને કરાયેલા આ બ્લાસ્ટ અને ફાયરિંગમાં ૩૦ થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. હુમલા બાદ સેનાએ આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કર્યું છે.

વિવાદાસ્પદ ટિપ્પણી બદલ DMK નેતાની ધરપકડ

તમિલનાડુના મુખ્યમંત્રી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી બદલ ડીએમકે ધારાસભ્ય અનિતા રાધાકૃષ્ણનની ધરપકડ કરાઈ છે. હાઈકોર્ટે જામીન ફગાવતા પોલીસે આ એક્શન લીધા. ધરપકડના વિરોધમાં કાર્યકરોએ દેખાવો કર્યા, જ્યારે સ્ટાલિને આને રાજકીય બદલાની ભાવના ગણાવી આકરી ટીકા કરી છે.

ગુજરાતના ૭ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી!

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત! જૂનાગઢના માંગરોળમાં ૨૨ ઈંચ જેટલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આજે પણ ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી સહિત 7 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

માળિયા હાટીનાનો ભાખરવડ ડેમ ઓવરફ્લો!

જૂનાગઢના માળિયા હાટીનામાં ધોધમાર વરસાદને પગલે ભાખરવડ જળાશય ડેમ ઓવરફ્લો થયો છે. પાણીની ભારે આવક થતાં વહીવટી તંત્રે ભાખરવડ, વડાળા અને ગડું સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા છે. તંત્રએ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા અપીલ કરી છે.

સુરતમાં ભારે વરસાદ વચ્ચે યોગી ચોકમાં જમીન ધસી

સુરતના યોગી ચોક વિસ્તારમાં ભારે વરસાદ બાદ એક નિર્માણાધીન બિલ્ડિંગ પાસેની જમીન અચાનક ધસી પડી છે. આ અકસ્માતમાં વીજ થાંભલાના વાયરો તૂટતાં સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને મુખ્ય ગટર લાઇનને ભારે નુકસાન થયું છે. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ સમારકામની કામગીરી શરૂ કરી છે.

જંગલેશ્વર ડિમોલીશન તપાસ કમિટીના અધ્યક્ષ બદલાયા!

રાજકોટના જંગલેશ્વર ડિમોલીશન ખર્ચ તપાસ કમિટીના નેતૃત્વમાં મોટો ફેરફાર કરાયો છે. હવે સી.કે. નંદાણીના સ્થાને PGVCLના એમડી કેતન જોષીને કમિટીના નવા અધ્યક્ષ બનાવાયા છે, જ્યારે નંદાણી સભ્ય તરીકે રહેશે. ખર્ચના વિવાદ વચ્ચે થયેલો આ વહીવટી બદલાવ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

રાજકોટમાં બુટલેગર ફિરોઝ સંઘી ગેંગ સામે કાર્યવાહી

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત બુટલેગર ફિરોઝ ઉર્ફે ફિરિયા સંઘીની ગેંગ સામે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરી છે. ૨૦ આરોપીઓ ધરાવતી આ ગેંગના ૧૦ સાગરીતોની ધરપકડ કરાઈ છે, જ્યારે ૬ જેલમાં છે અને ૪ ફરાર છે. ફિરોઝ સંઘી છેલ્લા બે દાયકાથી સૌરાષ્ટ્રમાં દારૂના નેટવર્ક માટે કુખ્યાત છે.