EVENING BULLETIN: લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, NEET પેપર લીક મામલે કોંગ્રેસની મહારેલી, ગીર જંગલ વિવાદ પીએમ સુધી પહોંચ્યો
PM મોદી ફરી વિદેશ પ્રવાસે
પીએમ નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ અને સ્લોવાકિયાના મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થયા છે. આ વ્યસ્ત રાજદ્વારી મુલાકાત દરમિયાન G7 સમિટ અને બંને દેશો વચ્ચે આર્થિક-સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવા પર મુખ્ય નજર રહેશે.
લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ
દેશના નવા આર્મી ચીફ તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠની સત્તાવાર નિયુક્તિ કરવામાં આવી છે. હાલના વાઇસ ચીફ ધીરજ સેઠ, આગામી 30 જૂને જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની નિવૃત્તિ બાદ પોતાનો પદભાર ગ્રહણ કરશે
રશિયન ઓઇલ ખરીદી પર ભારતને ફિનલેન્ડનું સમર્થન
રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમેરિકાએ ભારત પર દંડ લગાવ્યા બાદ ફિનલેન્ડે ભારતનો બચાવ કર્યો છે. ફિનલેન્ડના વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતે પશ્ચિમી દેશોના 'ઓઇલ પ્રાઇસ કેપ'ના નિયમો હેઠળ રહીને જ તેલ ખરીદ્યું છે.
NEET પેપર લીક મામલે કોંગ્રેસની મહારેલી
NEET પેપર લીક મામલે કોંગ્રેસ 17 જૂનથી રાજસ્થાનના કોટાથી દેશવ્યાપી આંદોલન છેડશે. દેશભરમાં ૪ મોટી વિદ્યાર્થી મહારેલીઓ યોજાશે, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ સાંભળશે.
DRDOએ કર્યું સફળ મિસાઈલ પરીક્ષણ
DRDO એ બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના સતત ત્રણ સફળ પરીક્ષણો કર્યા છે. આ શક્તિશાળી ઇન્ટરસેપ્ટર મિસાઇલો હવામાં જ દુશ્મનની લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલોનો નાશ કરશે. DRDOની આ સિદ્ધિ સાથે ભારત હવે મિસાઇલોને હવામાં જ તોડી પાડવાની ક્ષમતા ધરાવતા ખાસ દેશોની યાદીમાં સામેલ થયું છે.
કુખ્યાત મોન્ટુ નામદાર ફરી જેલ ભેગો
ફર્લો રજા પર બહાર આવી અમદાવાદના ખાડિયામાં આતંક મચાવનારો કુખ્યાત ગુનેગાર મોન્ટુ નામદાર ફરી જેલ ભેગો થશે. દારૂના નશામાં હંગામો કરવા અને પોલીસ પર હુમલાની કોશિશ બદલ પોલીસે નવો ગુનો નોંધી તેની રજા રદ કરાવી છે.
સુરત ડિમોલિશન વિવાદ
સુરતના નાસીરનગરમાં વિવાદાસ્પદ ડિમોલિશન કર્યા બાદ હવે પાલિકા તંત્ર દોડતું થયું છે. કાર્યવાહી બાદ રસ્તાના મૂળ નકશા અને દસ્તાવેજો શોધવા ટીપી વિભાગના અધિકારીઓ ગુપ્તરીતે સીટી સર્વે કચેરી પહોંચતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
ગીર જંગલ વિવાદ પીએમ સુધી પહોંચ્યો
ગીરમાં સિંહોના મોત, ગેરકાયદે રિસોર્ટ અને માઇનિંગ પ્રવૃત્તિઓનો વિવાદ હવે પ્રધાનમંત્રી સુધી પહોંચ્યો છે. જાણીતા પર્યાવરણ પ્રેમીઓએ પત્ર પાઠવીને પીએમ મોદી અને મુખ્યમંત્રી સમક્ષ ઉચ્ચ સ્તરે લેખિત રજૂઆત કરી છે.
ભરૂચમાં કોંગ્રેસનો હલ્લાબોલ
ભરૂચમાં વધતી મોંઘવારી સામે કોંગ્રેસે પ્રતીકાત્મક જેલ બનાવીને અનોખો વિરોધ કર્યો હતો. પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર ખેંચતાણના દૃશ્યો સર્જાયા હતા, જે બાદ પોલીસે કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરી હતી.

