AFTERNOON BULLETIN: અમેરિકાનો ઈરાન પર હુમલો, ઇથેનોલ પેટ્રોલ પર ટેક્સ માફ, ગુજરાતમાં વરસાદની આગાહી
અમેરિકાનો ઈરાન પર હુમલો
મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ચેતવણી બાદ, યુએસ આર્મીએ ઈરાનની સરહદમાં ઘૂસીને બંદર અબ્બાસ સહિતના મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર પ્રચંડ એર સ્ટ્રાઈક કરી છે.
ઈરાનનો વળતો પ્રહાર
અમેરિકાના મિસાઈલ હુમલા સામે ઈરાને આરપારની લડાઈ શરૂ કરી છે. ઈરાની સેનાએ બહેરીનમાં આવેલા અમેરિકન ફિફ્થ ફ્લીટના હેડક્વાર્ટર પર 'શાહિદ-૧૩૬' આત્મઘાતી ડ્રોન વડે મોટો હુમલો કર્યો છે.
ઇથેનોલ પેટ્રોલ પર ટેક્સ માફ
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતે ઉર્જા સુરક્ષા મજબૂત કરી છે. પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે વધુ ઇથેનોલવાળા પેટ્રોલ પર લાગતી સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી સંપૂર્ણ નાબૂદ કરી છે.
મણિપુરમાં ફરી હિંસા
મણિપુરમાં સ્થિતિ ફરી વિસ્ફોટક બની છે. કાંગપોકપી જિલ્લામાંથી અપહરણ કરાયેલા ૬ નાગા લોકોના ક્ષત-વિક્ષત મૃતદેહો મળી આવતા ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને ૨૪ કલાકના બંધનું એલાન અપાયું છે.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ
અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને મોટો નિર્ણય લીધો છે. વૈશ્વિક વેપાર અને તેલ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો 'હોર્મુઝ સ્ટ્રેટ' દરિયાઈ માર્ગ ઈરાને સત્તાવાર રીતે સંપૂર્ણપણે બંધ કરી દીધો છે.
મેડ ઇન ઇન્ડિયા C-295નું પરીક્ષણ
સંરક્ષણ ક્ષેત્રે ભારતે ઇતિહાસ રચ્યો છે. વડોદરાની 'ટાટા-એરબસ' ફેસિલિટીમાં દેશના પ્રાઇવેટ સેક્ટર દ્વારા બનેલા પહેલા 'મેડ ઇન ઇન્ડિયા' C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે આકાશમાં સફળ ઉડાન ભરી છે.
ફિફા વર્લ્ડ કપ 2026નો પ્રારંભ
ફૂટબોલના મહાકુંભ 'ફિફા વર્લ્ડ કપ'નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ઇતિહાસમાં પહેલીવાર અમેરિકા, મેક્સિકો અને કેનેડા સંયુક્ત રીતે આની યજમાની કરી રહ્યા છે, જેની ઓપનિંગ મેચ મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે.
કેન્સરની દવાઓ મોંઘી થશે
કેન્સરના દર્દીઓ માટે ચિંતાજનક સમાચાર છે. દેશમાં કેન્સરની જરૂરી દવાઓની અછત વચ્ચે, કેન્દ્ર સરકારે સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિન જેવી દવાઓના ભાવ વધારાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાત સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવામાન બદલાશે. હવામાન વિભાગે ૧૧થી ૧૫ જૂન દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જ્યારે ચોમાસું ૨૦ જૂન પછી બેસે તેવી શક્યતા છે.
ઘુડખર અભ્યારણ બંધ
સુરેન્દ્રનગરનું પ્રખ્યાત ઘુડખર અભ્યારણ ૧૫ જૂનથી આગામી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે બંધ રહેશે. ચોમાસાની ઋતુ અને ઘુડખરના પ્રજનન સમયગાળાને ધ્યાનમાં રાખીને વન વિભાગે આ નિર્ણય લીધો છે.

