Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Netanyahu responds to Trump, violence and firing in PoK, High Court quashes MP Yusuf Pathan

NEWS AFTERNOON: નેતન્યાહૂએ આપ્યો ટ્રમ્પને જવાબ, PoKમાં હિંસા અને ફાયરિંગ, સાંસદ યુસુફ પઠાણનો હાઈકોર્ટે લીધો ઉધડો

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઇરાન પરમાણુ હથિયાર છોડશે, ટ્રમ્પનો મોટો દાવો

App Store

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાન પરમાણુ હથિયારો મેળવવાની જીદ છોડીને US સાથે મોટી ડીલ કરવા તૈયાર છે. ટ્રમ્પના મતે, અમેરિકાની સૈન્ય કાર્યવાહીથી પાયમાલ થયેલું ઇરાન હવે નમવા મજબૂર બન્યું છે.

ઈરાન સામે અમને બચાવનો પૂરો અધિકાર: નેતન્યાહૂએ ટ્રમ્પને આપ્યો જવાબ

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ફરી જંગ જામી છે. ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ રોકવાની અપીલ પર વડાપ્રધાન નેતન્યાહૂએ કડક વલણ અપનાવતા કહ્યું કે, ભલે ટ્રમ્પ ગમે તે કહે, પણ ઈરાન સામે પોતાના સ્વ-બચાવ માટે ઇઝરાયલ કંઈપણ કરવા માટે સ્વતંત્ર છે.

ટ્રમ્પને મોટો ફટકો, H-1B વિઝા ફી રદ

અમેરિકા જવાનું સપનું જોતા ભારતીય ટેક પ્રોફેશનલ્સને મોટી રાહત મળી છે. બોસ્ટનની કોર્ટે ટ્રમ્પ સરકારનો 1,00,000 ડોલરની વિઝા ફી વસૂલવાનો વિવાદાસ્પદ નિર્ણય ગેરકાનૂની ગણાવીને રદબાતલ કર્યો છે.

PoKમાં ભયંકર આક્રોશ, પાકિસ્તાની રેન્જર્સનો અત્યાચાર, પ્રદર્શન હિંસક બનતાં 11 લોકોના મોત

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નાગરિક સંગઠન પર પ્રતિબંધ બાદ વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. રાવલકોટમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 11 લોકોના મોત થયા છે અને 70થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

વિશાખાપટ્ટનમમાં મોટી દુર્ઘટના, લિક્વિડ સ્ટીલ ઊંચકતી વખતે અકસ્માતમાં 8 મજૂરોના મોત!

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં લિક્વિડ સ્ટીલ ઊંચકતી વખતે ભીષણ અકસ્માત સર્જાયો છે. ઉકળતા લોખંડની ચપેટમાં આવતા 8 શ્રમિકોના દર્દનાક મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી

ગુજરાતમાં એકતરફ પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યાં બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલની આગાહી કરી છે. આગામી 12થી 14 જૂન દરમિયાન હળવો વરસાદ પડી શકે છે.

હાઈકોર્ટે પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણનો ઉધડો લીધો

વડોદરામાં જમીન પર ગેરકાયદે કબજો કરવાના વિવાદમાં સાંસદ યુસુફ પઠાણ પર હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે. કોર્ટે આકરો સવાલ કર્યો કે, જમીનની ફાળવણી થઈ નથી તો કયા હકથી પ્લોટમાં પ્રવેશ કર્યો?

જેતપુરમાં છકડો રિક્ષા અને બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

જેતપુરની તત્કાલ ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતી કારે છકડો રિક્ષાને ટક્કર મારી ડિવાઈડર કૂદી સામેની કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં રિક્ષાચાલકને ઈજા થઈ છે, જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. 

ધોળકામાં પૈસાની માથાકૂટમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી

અમદાવાદના ધોળકામાં કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. દરબાર જીન વિસ્તારમાં માત્ર પૈસાની લેતીદેતીની માથાકૂટમાં એક મિત્રએ જ પોતાના 33 વર્ષના મિત્રનું ગળું કાપી ઘાતકી હત્યા કરી નાખી છે.

રાજકોટ મનપાની ઘોર બેદરકારી, પાણીના સેમ્પલમાંથી મળી આવ્યા બેક્ટેરિયા 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિતરણ થતા પાણીના સેમ્પલ ફેલ થયા છે. તંત્ર દ્વારા લેવાયેલા 8214 નમૂનામાંથી 6 જગ્યાએ બેક્ટેરિયા મળ્યા છે, જ્યારે 1 સ્થળનું પાણી પીવા લાયક જ ન હોવાનો ખુલાસો થયો છે.