NEWS AFTERNOON: પીએમ મોદીનો નવો રેકોર્ડ, રામ મંદિરમાં ચઢાવામાં ગરબડની તપાસ, ગુજરાતના જળાશયોમાં પાણીની કટોકટી
વડાપ્રધાન મોદીએ નેહરુનો રેકોર્ડ તોડ્યો, NDA સરકારના ૧૨ વર્ષ પૂર્ણ કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ૧૨ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરીને નવો ઇતિહાસ રચ્યો છે! ૯ જૂનના રોજ તેમણે પંડિત જવાહરલાલ નેહરુના સતત સૌથી લાંબા પ્રધાનમંત્રી રહેવાના રેકોર્ડને તોડી નાખ્યો છે.
પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરી એર સ્ટ્રાઇક!
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ! પાક. વાયુસેનાએ અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને ભયાનક બોમ્બમારો કર્યો છે. અફઘાન સરકારના મતે, આ હવાઈ હુમલામાં ૧૧ માસૂમ બાળકો અને મહિલાઓ સહિત કુલ ૧૩ નાગરિકોના મોત થયા છે.
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની આશંકા, અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો!
મિડલ ઈસ્ટમાં યુદ્ધની આગ ભડકી! સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે અમેરિકાનું 'અપાચે હેલિકોપ્ટર' તોડી પડાતા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરૂદ્ધ સીધી લશ્કરી કાર્યવાહીના આદેશ આપી દીધા છે.
'અમારું મિશન પૂર્ણ થયું...', હોર્મુઝ નજીક ઈરાનના 3 ઠેકાણાને હચમચાવ્યા બાદ અમેરિકાનું નિવેદન
અમેરિકન સેનાએ ઈરાનના બંદર અબ્બાસ, જાસ્ક અને કેશમ ટાપુઓ પર ભીષણ જવાબી હુમલા કર્યા છે. સેન્ટ્રલ કમાન્ડનું સત્તાવાર નિવેદન આવ્યું છે કે- 'અમારું મિશન સફળતાપૂર્વક પૂરું થયું છે.'
રામ મંદિરમાં ચઢાવાની થશે તપાસ! પંકજ ચૌધરીનું મોટું નિવેદન
અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાની ગણતરીમાં ગરબડના આરોપો પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર આ મામલે કડક તપાસ કરાવી રહી છે અને દોષિતો સામે એક્શન લેવાશે.
હિમાચલના કુલ્લુમાં 3 લોકો નદીમાં વહી ગયા!
હિમાચલના કુલ્લુમાં મણિકર્ણ ફરવા આવેલા પંજાબના ૩ પ્રવાસીઓ પાર્વતી નદીના કિનારે ફોટો પડાવતી વખતે તેજ પ્રવાહમાં તણાયા હતા. જોકે, સદનસીબે ત્રણેય પ્રવાસીઓને સમયસર સુરક્ષિત બચાવી લેવાયા છે.
ગુજરાતના ૧૧૧ ડેમમાં પાણીની કટોકટી!
ગુજરાતમાં ચોમાસાની રાહ વચ્ચે જળાશયોના ઘટતા જળસ્તરે ચિંતા વધારી છે. રાજ્યના ૨૦૬માંથી ૧૧૧ ડેમમાં પાણીનું સ્તર ૨૫ ટકાથી પણ ઓછું થઈ ગયું છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક જળાશયો અત્યારે સાવ તળિયાઝાટક બન્યા છે.
હળવદમાં મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ!
મોરબીના હળવદમાં ખેડૂતોના સમર્થનમાં મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો. આ દરમિયાન ટોળા વચ્ચે ઘેરાયેલી મહિલા પોલીસકર્મીને PI આર.ટી. વ્યાસે બહાદુરીપૂર્વક સુરક્ષિત બહાર કાઢી હતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ સતત ખડેપગે રહી હતી.
મહીસાગર નદીમાં બે મુસ્લિમ યુવાનોના ડૂબી જવાથી મોત!
લુણાવાડાની મહીસાગર નદીમાં નાહવા પડેલા આઝમખાન અને આસિફ નામના બે યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. પ્રતિબંધિત વિસ્તારમાં એકબીજાને બચાવવા જતાં બંને યુવાનો પ્રવાહમાં તણાયા હતા, જેના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે.
ગુજરાતમાં ચોમાસા માટે હજુ જોવી પડશે રાહ
દેશના ૧૩ રાજ્યોમાં એન્ટ્રી કર્યા બાદ ચોમાસું હવે મુંબઈથી ૧૫૦ કિલોમીટર દૂર છે. આગામી ૪૮ કલાકમાં મુંબઈમાં વરસાદ પડી શકે છે, પરંતુ ગુજરાતમાં ૧૫ જૂન સુધી માત્ર છૂટાછવાયા ઝાપટાંની જ સંભાવના છે.

