VIDEO: EVENING NEWS / 2000ના UPI પેમેન્ટ પર લાગશે ચાર્જ? દુબઈમાં 20 મિનિટમાં 7 વિસ્ફોટ, જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયામાં ભારે હોબાળો
2000ના UPI પેમેન્ટ પર લાગશે ચાર્જ?
સરકાર દ્વારા સંસદમાં નવું પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ (સંશોધન) વિધેયક, 2027 રજૂ કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત MDR પાછો ખેંચવાની વાત કરવામાં આવી છે. આ બિલ મુજબ 2000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર ચાર્જ લાગુ થઈ શકે છે, પરંતુ તે સામાન્ય ગ્રાહકો પાસેથી લેવામાં આવશે નહીં અને તેનાથી નાગરિકો પર વધારાનો બોજ નહીં પડે.
દુબઈમાં 20 મિનિટમાં 7 વિસ્ફોટ
ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર ખાડી દેશો પર પણ પડી છે. સૌથી સુરક્ષિત ગણાતા દુબઈના જેબેલ અલી વિસ્તારમાં માત્ર 20 મિનિટમાં 7 ધમાકા સંભળાતા અફરાતફરી મચી ગઈ. હુથી વિસ્ફોટો બાદ આકાશમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેનાથી સમગ્ર યુએઈમાં સુરક્ષા વધારી દેવાઈ છે!
અમેરિકામાં 28,000 ટ્રક ડ્રાઇવરોના લાઇસન્સ રદ
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે બિન-અમેરિકન અને અપ્રવાસી ટ્રક ડ્રાઇવરો સામે મોટું અને કડક પગલું ભર્યું છે. કડક અંગ્રેજી નિયમો સાથે 28,000 અપ્રવાસી ડ્રાઇવરોના લાઇસન્સ રદ કરાયા છે. જેની માઠી અસર ભારતીય ડ્રાઇવરો પર પડી છે. 9,500 ડ્રાઇવિંગ સ્કૂલો બંધ કરી હવે અપ્રવાસીઓની જગ્યાએ પૂર્વ સૈનિકોને ટ્રક ચલાવવાની તક અપાશે!
અયોધ્યા રામ મંદિરમાં દર્શનની નવી વ્યવસ્થા
અયોધ્યા રામ મંદિરમાં દર્શન અને આરતી માટે ટ્રસ્ટે નવી પાસ સિસ્ટમ શરૂ કરી છે! હવે ભક્તો સવારે 9 વાગ્યે સુવિધા કેન્દ્ર પરથી આધાર કાર્ડ બતાવીને પાસ મેળવી શકશે. મંગળા અને શ્રૃંગાર આરતી માટે આગલા દિવસે, જ્યારે શયન આરતી માટે તે જ દિવસે પાસ ઈશ્યૂ કરવામાં આવશે!
જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયામાં ભારે હોબાળો
અમદાવાદમાં જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયામાં શિક્ષકોનો ભારે આક્રોશ! સામાજિક વિજ્ઞાનની માત્ર 36 જગ્યા સામે 350 અને ઇતિહાસમાં એકપણ જગ્યા ન હોવા છતાં 26 ઉમેદવારોને ધક્કા ખવડાવતા હોબાળો મચ્યો. કોઈ સ્પષ્ટ માહિતી ન મળતા ઉમેદવારોએ હવે કાયમી ભરતી કરવાની માંગ ઉઠાવી છે!
સરકારી કચેરીમાં ભજીયા પાર્ટીનો વીડિયો વાયરલ
ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં ચાલુ સરકારી કામકાજે ભજીયા પાર્ટી! શિક્ષક સંઘના પ્રમુખ કચેરીની અંદર જ ભજીયા બનાવતા હોય તેવો વીડિયો વાયરલ થતાં શિક્ષણ આલમમાં વિવાદ સર્જાયો છે. હવે જોવાનું એ રહેશે કે નિયમોનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ સામે તંત્ર શું પગલાં લે છે!

