Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : EVENING BULLETIN / Pakistan's serious accusation against America, Gen-Z movement in Jharkhand! BJP's victory in Manjalpur by-election

VIDEO: EVENING BULLETIN / પાકિસ્તાનનો અમેરિકા પર ગંભીર આક્ષેપ, ઝારખંડમાં Gen-Z આંદોલન! માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપનો વિજય

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વધુ એક Gen-Z આંદોલન! 

App Store

JPSC અને JSSC પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓ સામે ઝારખંડના યુવાનોમાં ભારે રોષ છે. ધોધમાર વરસાદ વચ્ચે પણ વિદ્યાર્થીઓ અનિશ્ચિત મુદતના ઉપવાસ પર અડગ રહ્યા છે.

પાકિસ્તાનનો અમેરિકા પર ગંભીર આક્ષેપ

પાકિસ્તાનના મંત્રી અતાઉલ્લાહ તરારે અમેરિકા પર નફરત ફેલાવવાનો આક્ષેપ કર્યો. સુરક્ષા દળોએ અમેરિકા સાથે જોડાયેલા એક ડિજિટલ માર્કેટરની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો.

બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર

મહિલા કુશ્તીબાજો દ્વારા લગાવાયેલા શારીરિક શોષણના કેસમાં પૂર્વ WFI પ્રમુખ બ્રિજભૂષણ સિંહને દિલ્હી કોર્ટે મોટી રાહત આપતા સન્માનપૂર્વક નિર્દોષ મુક્ત કર્યા છે.

હમાસ-ઇઝરાયેલ ડીલ પર નવો વિવાદ

ઇઝરાયેલે હમાસ સાથેના કરાર અંગે અમેરિકા સમક્ષ સુરક્ષા ચિંતાઓ વ્યક્ત કરી. ઇઝરાયેલનું કહેવું છે કે હમાસ સંપૂર્ણ શરણાગતિ નહીં સ્વીકારે ત્યાં સુધી સેના ગાઝામાંથી પાછી નહીં હટે.

માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપનો વિજય

વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપે ગઢ જાળવી રાખ્યો! ભાજપના ઉમેદવાર સતીશ પટેલે કોંગ્રેસના ઉમેદવારને ૩૦ હજારથી વધુ મતોની માત આપી ભવ્ય જીત મેળવી.

સુરતમાં 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ

સુરત પોલીસે પોતે વરરાજો બનીને છટકું ગોઠવી 'લૂંટેરી દુલ્હન' ગેંગના સૂત્રધારને ઝડપી પાડ્યો. લગ્નોત્સુક યુવકો સાથે સાડા ૧૭ લાખથી વધુની ઠગાઈ આચર્યાનું ખુુલ્યું.

ગુજરાતમાં ૭ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.