Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : EVENING BULLETIN / Theft of 18 crore rupees every year in Siddhivinayak Temple! Defense of Israel is difficult for US military

VIDEO: EVENING BULLETIN / સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે 18 કરોડ રૂપિયાની ચોરી! અમેરિકી સેના માટે ઈઝરાયલની રક્ષા મુશ્કેલ

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકી સેના માટે ઈઝરાયલની રક્ષા મુશ્કેલ

App Store

યુરોપમાં અમેરિકી સેના કમાન્ડરે પેન્ટાગોનને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, હાલના સંસાધનો સાથે ઇઝરાયલની લાંબા સમય સુધી રક્ષા કરવી મુશ્કેલ બની રહી છે. જો વધારાની મદદ નહીં મળે તો અમેરિકાએ પોતાની અને ઇઝરાયલની સુરક્ષા વચ્ચે પસંદગી કરવી પડશે

અમેરિકા ઈરાન પર હુમલો નહીં કરે

મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, ઈરાને પરમાણુ પ્રોગ્રામ બંધ કરવા અને સ્ત્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણ ખોલવા સહિતની તમામ શરતો સ્વીકારી લેતાં હવે અમેરિકા તેના પર હુમલો નહીં કરે.

રાહુલ ગાંધી પર FIRથી કોંગ્રેસ રોષે ભરાઈ

રામ મંદિરના દાનના કથિત દુરુપયોગ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા બદલ રાહુલ ગાંધી અને વિપક્ષી સાંસદો સામે FIR નોંધવામાં આવી છે. આ મામલે કોંગ્રેસ ભડકી છે અને પ્રવક્તા પવન ખેડાએ ભાજપ સરકાર પર અસલી મુદ્દાઓને નજરઅંદાજ કરવાનો આક્ષેપ કર્યો છે

CWG 2026માં નકશા અંગે વિવાદ

ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં લવલીના બોરગોહેને સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. જોકે, ગ્લાસગોના એક રેસ્ટોરન્ટમાં ભારતના નકશામાંથી નોર્થ ઈસ્ટ ભાગ ગાયબ જોવા મળતાં બોક્સરોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે 18 કરોડ રૂપિયાની ચોરી!

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ ઠાકરેએ એક મોટો દાવો કરીને મહારાષ્ટ્રનું રાજકીય તાપમાન વધારી દીધું છે. તેમણે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રતિવર્ષ 18 કરોડ રૂપિયાની ચોરી થતી હોવાની વાત કરી છે. 

 નસવાડીના જશકીમાં પૂરથી તારાજી

નસવાડીના જશકી ગામમાં પૂરના પાણી ૫૦થી વધુ ઘરોમાં ઘૂસી જતાં અનાજ અને ઘરવખરીને ભારે નુકસાન થયું છે. ઘટનાના ત્રણ દિવસ પછી પણ તંત્ર દ્વારા કોઈ સર્વે કે સહાય ન મળતાં આદિવાસી પરિવારોએ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે.

ખંભાળીયાની હોસ્પિટલમાં માતા-બાળકનું મોત

ઠક્કર હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન માતા અને બાળકના મોત બાદ પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે. હોસ્પિટલમાં મહિલાને એક્સપાયરી ડેટની દવાઓ અને ઈન્જેક્શન અપાયા હોવાનો વિડિયો વાયરલ થતાં પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.