VIDEO: EVENING BULLETIN / ટેરિફ સામે અમેરિકામાં જ વિરોધ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની દાદાગીરી, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટર્બ્યુલન્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટર્બ્યુલન્સ
ફુકેતથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અચાનક ભારે ટર્બુલન્સ સર્જાયું હતું. હવાના તેજ ઝટકાના કારણે વિમાનની ઊંચાઈમાં ફેરફાર થતાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ મુશ્કેલીમાં મુકાયા હતા.
ટેરિફ સામે અમેરિકામાં જ વિરોધ
ભારત સહિત 60 દેશો પર સેક્શન 301 ટેરિફ લાદવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય સામે અમેરિકામાં જ બળવો થયો છે. 25 અમેરિકન રાજ્યોના ગઠબંધને યુએસ કોર્ટમાં કેસ દાખલ કરી આ નિર્ણયને પડકાર્યો છે.
વાટાઘાટો વચ્ચે હોર્મુઝની ખાડીમાં જહાજ પર હુમલો
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની વાટાઘાટો ચાલી રહી છે, ત્યાં જ હોર્મુઝની ખાડીમાં વધુ એક જહાજ પર હુમલો થયો છે. આ ઘટનાથી વૈશ્વિક ઊર્જા પ્રવાહ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.
E20 પેટ્રોલ સામે કેજરીવાલનો મોરચો
E20 ફ્યુલના વિરોધમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન આવાસ તરફ માર્ચ કાઢી હતી. દિલ્હી પોલીસે અટકાવતાં કેજરીવાલ સહિતના તમામ આપ નેતાઓ ફિરોઝશાહ રોડ પર રસ્તા વચ્ચે ધરણા પર બેસી ગયા હતા.
જંબુસરના નહાર ગામે તળાવ હરાજી મુદ્દે ઉગ્ર વિરોધ
ભરૂચના જંબુસરના નહાર ગામે તળાવ મચ્છી ઉદ્યોગ માટે આપવાના મુદ્દે ગ્રામસભામાં ભારે હોબાળો થયો હતો. બે જૂથો આમને-સામને આવી જતાં ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે અને 70 વર્ષ જૂની સમરસ પરંપરા સામે સવાલો ઉઠ્યા છે.
માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની દાદાગીરી
માંગરોળમાં પુલના નિરીક્ષણ દરમિયાન ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ અરજદારોને અપશબ્દો કહી તતડાવી નાખ્યા હતા. "હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું" કહી રુવાબ બતાવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

