Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : EVENING NEWS / Student fires indiscriminately at Thailand school, Center clarifies on creamy layer in SC/ST reservation,

VIDEO: EVENING NEWS / થાઇલેન્ડની શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, SC/ST અનામતમાં ક્રિમી લેયર પર કેન્દ્રની સ્પષ્ટતા

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

થાઇલેન્ડની શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ

App Store

થાઇલેન્ડની એક શાળામાં 9મા ધોરણના વિદ્યાર્થીએ કરેલા અંધાધૂંધ ગોળીબારથી સસરાટી વ્યાપી ગઈ છે! બાંગ ક્રુઇ જિલ્લાની શાળામાં થયેલા આ ફાયરિંગમાં એક શિક્ષક સહિત 6 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

અનંતનાગમાં ભાજપની રેલીમાં વિવાદિત નારા

અનુચ્છેદ 370 હટવાની 7મી બરસી પર અનંતનાગમાં ભાજપની રેલી દરમિયાન લાગેલા વિવાદિત નારાઓ પર રાજકીય બવાલ મચ્યો છે. કશ્મીરી મહિલાઓના અપમાનના ગંભીર આરોપો બાદ બેકફૂટ પર આવેલી ભાજપે આ નારાઓથી સ્પષ્ટ કિનારો કરી લીધો છે અને સત્તાવાર રીતે સફાઈ રજૂ કરી છે.

SC / ST અનામતમાં ક્રિમી લેયર પર કેન્દ્રની સ્પષ્ટતા

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને સ્પષ્ટ કર્યું છે કે SC અને ST અનામતમાં ક્રિમી લેયરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. સરકારે તમામ જનહિત અરજીઓનો સખત વિરોધ કરતા જણાવ્યું કે આ અરજીઓમાં કોઈ પણ મૂળભૂત અધિકારના ઉલ્લંઘનનો ઉલ્લેખ નથી.

હાઇકોર્ટના પૂર્વ જજ વિરુદ્ધની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ યશવંત વર્મા સામેની અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે અરજદારને આકરી ફટકાર લગાવતા ટિપ્પણી કરી હતી કે આ અરજી માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના હેતુથી જ કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે! જે મુજબ 8 અને 9 ઓગસ્ટે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ચાલુ સિઝનમાં અત્યાર સુધી ગુજરાત રીજનમાં સામાન્ય કરતાં 31 ટકા વધુ, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 15 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

બાપુનગર પોલીસ સ્ટેશનમાં આરોપીનું કસ્ટોડિયલ ડેથ

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં આરોપીનું કસ્ટોડિયલ ડેથ થતાં ચકચાર મચી છે! POCSO અને દુષ્કર્મ કેસમાં ધરપકડ કરાયેલા અહેમદ અંસારીની કસ્ટડીમાં તબિયત લથડતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે. પોલીસે મૃતદેહને PM અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.