VIDEO: EVENING BULLETIN / તહેલકાના પૂર્વ એડિટર તરુણ તેજપાલને 10 વર્ષની સજા! PoKમાં આર્મીની કાર્યવાહી સામે બ્રિટેનમાં વિરોધ! ગુજરાતમાં શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ!
તહેલકાના પૂર્વ એડિટર તરુણ તેજપાલને 10 વર્ષની સજા!
૨૦૧૩ના જાતીય શોષણ કેસમાં 'તેહલકા' મેગેઝિનના પૂર્વ એડિટર તરુણ તેજપાલને બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે દોષિત ઠેરવ્યા છે! વર્ષ ૨૦૨૧માં ટ્રાયલ કોર્ટે આપેલા નિર્દોષ છુટકારાના ચુકાદાને પલટી નાખીને હાઈકોર્ટે તેજપાલને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી છે."
PoKમાં આર્મીની કાર્યવાહી સામે બ્રિટેનમાં વિરોધ!
PoKમાં આર્મીની હિંસક કાર્યવાહી અને અત્યાચાર સામે બ્રિટેનના બ્રેડફોર્ડમાં ભારે વિરોધ પ્રદર્શન યોજાયું! બ્રિટેનમાં રહેતા કશ્મીરી સમુદાયે એકજૂથ થઈ PoKના નાગરિકો અને 'જોઇન્ટ અવામી એક્શન કમિટી'ની માંગણીઓને પૂરતું સમર્થન જાહેર કર્યું છે.
E20 પેટ્રોલ વિવાદ પર કેજરીવાલની મોટી અપીલ!
પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણને લઈને અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે! તેમણે દાવો કર્યો કે સરકારે E20 પેટ્રોલથી જૂની ગાડીઓ બેકાર બનાવી દીધી અને હવે ભવિષ્યમાં 50% સુધી ઇથેનોલ મિશ્રિત કરવાની યોજના છે. કેજરીવાલે નાગરિકોને સલાહ આપી છે કે નુકસાનથી બચવા આગામી થોડા વર્ષો સુધી નવી પેટ્રોલ-ડીઝલ ગાડીઓ ખરીદવાનું ટાળો!
UPI પેમેન્ટ પર ચાર્જ વસૂલીના બિલ અંગે RBI ગર્વનરનો જવાબ
સંસદમાં રજૂ થયેલા નવા બિલ બાદ ચર્ચાઓ તેજ થઈ છે, જેના પર RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી છે! તેમણે જણાવ્યું કે ચાર્જ અંગે કોઈ નિવેદન આપવું અત્યારે ઉતાવળભર્યું ગણાશે. ઇલેક્ટ્રોનિક પેમેન્ટનો ખર્ચ હોય છે, પણ RBIનું મુખ્ય ધ્યાન ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત અને પ્રોત્સાહિત કરવાનું જ છે.
ગુજરાતમાં શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ!
ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા રમઝટ બોલાવવા તૈયાર છે! હવામાન વિભાગની આગાહી મુજબ, પશ્ચિમી વિક્ષોભ અને ચોમાસી સિસ્ટમ સક્રિય થવાથી આગામી ૮ અને ૯ ઓગસ્ટે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
વડોદરા મહાનગરપાલિકાનું ડેરીઓ પર સઘન ચેકિંગ!
એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું છે! વાઘોડિયા રોડ પર એક ડેરીમાં ચેકિંગ દરમિયાન બટર-ચીઝના ફ્રિજમાં ભારે ગંદકી જોવા મળતાં વેપારીને શેડ્યૂલ-4 હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે. નિયમોનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહીની પણ ચીમકી આપી છે.

