Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : EVENING BULLETIN / Ukraine's major drone attack on Russia, politics heated up over Jharkhand paper leak, controversy over pasting controversial sticker on PM Modi's poster

VIDEO: EVENING BULLETIN / રશિયા પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો, ઝારખંડ પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું, PM મોદીના પોસ્ટર પર વિવાદીત સ્ટીકર ચોંટાડતા વિવાદ

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રશિયા પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો

App Store

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેને સરહદથી 1200 કિલોમીટર દૂર આવેલા રશિયાના તાતાર સ્થાન ક્ષેત્રના 'નિઝનેકામસ્ક' શહેર પર મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં ઔદ્યોગિક તેમજ નાગરિક વિસ્તારોને નિશાન બનાવાતાં 12 લોકોના મોત અને 39 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

સાઉદી અરબની ફેક્ટરીમાં ભીષણ આગ

સાઉદી અરબના રિયાધ સ્થિત મૂસા સનૈયા વિસ્તારમાં આવેલી સોફા ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 16 બાંગ્લાદેશી શ્રમિકોના દાઝી જવાથી કરુણ મોત નિપજ્યા છે, જેને પગલે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

વોટર કેનન સામે વિદ્યાર્થીઓનો ડાન્સ

રાંચીમાં વિધાનસભા ઘેરાવ કરવા નીકળેલા પરીક્ષા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ભારે તણાવ સર્જાયો હતો. ભીડને વિખેરવા પોલીસે વોટર કેનનનો ઉપયોગ કરતાં જ વિદ્યાર્થીઓ ભાગવાને બદલે પાણીની ધારા નીચે હાથ ઊંચા કરી ગમછો લહેરાવીને મસ્તીમાં નાચવા લાગ્યા હતા.

ઝારખંડ પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું

ઝારખંડમાં પેપર લીક અને પરીક્ષા પદ્ધતિમાં સુધારાની માંગ સાથે હજારો વિદ્યાર્થીઓ સિસ્ટમ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે, ત્યારે રાજકીય ગરમાવા વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પણ આ વિદ્યાર્થી આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો છે.

સાબરકાંઠામાં ખેડૂતોનું 'જેલ ભરો' આંદોલન

કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે સાબરકાંઠામાં 'ગુજરાત કિસાન સભા' દ્વારા હિંમતનગર બસ સ્ટેશન ખાતે 'જેલ ભરો' આંદોલન યોજાયું હતું. સૂત્રોચ્ચાર અને ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અનેક કાર્યકર્તાઓની સ્થળ પરથી અટકાયત કરી હતી.

PM મોદીના પોસ્ટર સાથે છેડછાડ

અમદાવાદના નવરંગપુરામાં PM સૂર્યઘર યોજનાના સરકારી હોર્ડિંગ પર અજાણ્યા શખ્સોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો પર વિવાદાસ્પદ સ્ટીકરો ચોંટાડતાં વિવાદ ઊભો થયો છે. AMC સાથે કરારબદ્ધ એજન્સીની ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.