Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : EVENING BULLETIN / Attack on Mamata Banerjee's convoy, worries about the supply of arms in America! Controversy over pulling the chariot in the Rath Yatra

VIDEO: EVENING BULLETIN / મમતા બેનર્જીના કાફલા પર હુમલો, અમેરિકામાં હથિયારોના પુરવઠાને લઈને ચિંતા વધી! રથયાત્રામાં રથ ખેંચવા મુદ્દે વિવાદ

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકામાં હથિયારોના પુરવઠાને લઈને ચિંતા વધી!

App Store

ઈરાન સાથેના લાંબા યુદ્ધ બાદ અમેરિકામાં મિસાઈલો અને હથિયારોના જથ્થા અંગે ચિંતા ઘેરી બની છે. પેન્ટાગોને ડિફેન્સ કંપનીઓને 21 દિવસની અંદર વિશેષ પ્લાન આપી જરૂરી હથિયારોનું ઉત્પાદન અને પુરવઠો ઝડપથી વધારવા કડક નિર્દેશ આપ્યા છે.

CJIના નિમંત્રણ પર યુનિવર્સિટીમાં વિરોધ

હૈદરાબાદની પ્રતિષ્ઠિત નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ' યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરાતાં વિવાદ સર્જાયો છે. ગ્રેજ્યુએટ થઈ રહેલા વિદ્યાર્થીઓએ તેમના નિવેદનોને બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ ગણાવી સખત વિરોધ નોંધાવ્યો છે.

મમતા બેનર્જીના કાફલા પર હુમલો

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના હલીશહરમાં મમતા બેનર્જીના કાફલા પર હુમલો થતાં સનસનાટી મચી ગઈ છે. ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓના ટોળાએ અચાનક તેમની કાર પર કાદવ અને પગરખાં ફેંક્યા હોવાના પ્રાથમિક અહેવાલો સામે આવ્યા છે.

બારામતી એરપોર્ટ પર તાલીમી વિમાન ક્રેશ!

મહારાષ્ટ્રના પુણે સ્થિત બારામતી એરપોર્ટ પર એક ખાનગી ટ્રેનિંગ એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થયું છે. છેલ્લા 8 મહિનામાં આ ત્રીજી ઘટના છે. સદનસીબે આ અકસ્માતમાં ટ્રેની પાયલટનો આબાદ બચાવ થયો છે અને કોઈ મોટી જાનહાનિ ટળી છે.

ફ્લાઈટમાં ટર્બ્યુલન્સ બાદ પાયલટ ડોપ ટેસ્ટમાં ફેલ!

ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં રસ્તામાં અચાનક ભારે ટર્બ્યુલન્સ અનુભવાયું હતું. ઘટના બાદ હાથ ધરાયેલી તપાસમાં ફ્લાઈટનો પાયલોટ 'ડોપ ટેસ્ટ'માં નાપાસ થયો હોવાનો ચોંકાવનારો અહેવાલ સામે આવતાં એવિએશન સેક્ટરમાં ખળભળાટ મચી ગયો છે.

રથયાત્રામાં રથ ખેંચવા મુદ્દે વિવાદ

ભગવાન જગન્નાથની રથયાત્રામાં રથ ખેંચવાના અધિકારને લઈને ખલાસી સમાજમાં વિરોધ ઊભો થયો છે. એક જ પરિવાર દ્વારા ઈજારાશાહી ચલાવવાનો અને આઈ-કાર્ડ ફાળવણીમાં પક્ષપાત થતો હોવાનો આક્ષેપ કરીને સમાજના લોકોએ મુખ્યમંત્રી અને કલેક્ટર સુધી લેખિત રજૂઆત કરી છે.

જંગલ જમીન પ્રશ્ને સાંસદ-ધારાસભ્ય ધરણા પર!

નર્મદાના ખોપી ગામે વિશ્વ આદિવાસી દિવસે જ જંગલ જમીન ખેડવાના મુદ્દે ભારે આક્રોશ જોવા મળ્યો. ભાજપ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન વસાવા સ્થાનિક આદિવાસીઓ સાથે ધરણા પર બેસી ગયા હતા, જેનાથી સરકારી તંત્રમાં ગરમાવો આવી ગયો છે.