VIDEO: EVENING BULLETIN / કીવ પર રશિયાનો ઘાતક હુમલો, આમોદમાં વિદ્યાર્થીને શિક્ષકે ફટકાર્યો, પાક. PM સામે મોદીની કડક ચેતવણી
બિશ્કેકમાં PM મોદી, પુતિન અને જિનપિંગની મુલાકાત
કિર્ગિસ્તાનના બિશ્કેકમાં 26મી SCO સમિટ દરમિયાન વૈશ્વિક રાજકારણનું મોટું ચિત્ર સામે આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એક જ મંચ પર એકસાથે જોવા મળતાં વૈશ્વિક સ્તરે નવા સમીકરણો રચાયા છે.
પાક. PM સામે મોદીની કડક ચેતવણી
બિશ્કેકમાં SCO સમિટ દરમિયાન પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફની હાજરીમાં વડાપ્રધાન મોદીએ આતંકવાદ પર આકરું વલણ અપનાવ્યું. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આતંકવાદ સામે કોઈ બેવડા ધોરણો ન ચાલે અને તેનો સફાયો કરવા સમગ્ર ઇકોસિસ્ટમને નષ્ટ કરવી પડશે.
કીવ પર રશિયાનો ઘાતક હુમલો
રશિયા અને યુક્રેન યુદ્ધ વધુ ભીષણ બન્યું છે. રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કીવ પર રાત્રિભર મિસાઇલ અને ડ્રોન વડે ભીષણ હુમલા કર્યા, જેમાં 12 લોકોનાં મોત નીપજ્યાં છે અને ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં ભારે અફરાતફરી સર્જાઈ છે.
આમોદમાં વિદ્યાર્થીને શિક્ષકે ફટકાર્યો
ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામની શાળામાં ધોરણ-2ના માસૂમ વિદ્યાર્થીને શિક્ષકે પાઇપ વડે માર મારતાં ચકચાર મચી છે. બાળકને ઇજા પહોંચતાં રોષે ભરાયેલા વાલીઓએ શાળા તંત્ર અને શિક્ષણ વિભાગ સમક્ષ જવાબદાર શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
ભરૂચ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
હલ્દવાનીમાં ખડગેની રેલીના સ્થળે શુદ્ધિકરણ અને રાહુલ ગાંધી સામે FIRના વિરોધમાં ભરૂચ કોંગ્રેસ રસ્તા પર ઉતરી. આંબેડકર પ્રતિમા પાસે ધરણાં કરી કોંગ્રેસ આગેવાનોએ ભાજપ સરકાર પર લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું અપમાન કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
રાજ્યમાં 7 દિવસ હળવા વરસાદની આગાહી
રાજ્યમાં વેલ માર્ક્ડ લૉ પ્રેશર અને મોન્સૂન ટ્રફ સહિત ત્રણ સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાં ઝાપટાં પડવાની શક્યતા છે.

