Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Evening Bulletin/Protest against Mohan Bhagwat's visit to the US, Police Bullying in Surat

VIDEO: EVENING BULLETIN / મોહન ભાગવતના અમેરિકા પ્રવાસ સામે વિરોધ, સુરતમાં પોલીસની દાદાગીરી

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોહન ભાગવતના અમેરિકા પ્રવાસ સામે વિરોધ

App Store

RSS વડા મોહન ભાગવતના અમેરિકા પ્રવાસ અને મેડિસન સ્ક્વેરમાં સંબોધન સામે વિરોધ શરૂ થયો છે. ન્યૂ યોર્કના મેયર જોહરાન મામદાનીએ પણ આ રેલી સામે ખુલ્લેઆમ વાંધો ઉઠાવ્યો છે.

તિબેટના પૂરે નેપાળમાં મચાવી ભારે તબાહી

તિબેટથી આવેલા ભીષણ પૂરના કારણે નેપાળના રસુવા જિલ્લામાં બે બજારો સંપૂર્ણપણે તહસ-નહસ થયાં છે. આ કુદરતી હોનારતમાં ૧,૦૦૦ લોકો તણાઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

મોદી કેબિનેટમાં ફેરબદલની ચર્ચા

ભાજપ દ્વારા નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત બાદ હવે મોદી કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ બની છે. સંગઠનમાં બદલાવ પછી કેન્દ્ર સરકારમાં પણ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.

E20 પેટ્રોલના નિયમો કડક કરવાની તૈયારી

વાહનોનું માઇલેજ ઘટવા અને એન્જિન ખરાબ થવાની ફરિયાદો વચ્ચે કેન્દ્ર સરકાર E20 ઇંધણના નિયમો કડક કરશે. હવે માત્ર ઇથેનોલનું પ્રમાણ જ નહીં, ગુણવત્તા પર પણ નિયંત્રણ લદાશે.

લિંબાયત પોલીસની દાદાગીરી

સુરતના લિંબાયતમાં ટી-સ્ટોલ સંચાલક પર મફત વસ્તુઓ ન આપવા બદલ પોલીસ અત્યાચારનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો. કોર્ટે ગંભીર નોંધ લઈ પોલીસ અધિકારીઓને ૩૦ સપ્ટેમ્બરે હાજર થવા આદેશ આપ્યો.

ગુજરાતમાં 7 દિવસ હળવા વરસાદની આગાહી

રાજ્યમાં આગામી ૭ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હળવા ઝાપટાં પડવાની આગાહી છે. રાજ્યમાં હજુ પણ ૭% અને સૌરાષ્ટ્રમાં ૩૦% વરસાદની ખાધ નોંધાઈ છે.