Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Evening bulletin /India reacts to Sergio Gore's claim, AAP MLA Chaitar Vasava's bail rejected by High Court

VIDEO: EVENING BULLETIN / સર્જિયો ગોરના દાવા પર ભારતે આપી પ્રતિક્રિયા, AAP ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન હાઈકોર્ટે ફગાવ્યા

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સર્જિયો ગોરના દાવા પર ભારતે આપી પ્રતિક્રિયા

App Store

અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે જી-7 સમિટમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને અજીબોગરીબ દાવો કર્યો છે. ગોરના દાવા મુજબ, મુલાકાત પહેલાં ભારત તરફથી કોઈ સવાલ ન પૂછવાની વિનંતી કરવામાં આવી હતી.

ગાઝામાં ઈઝરાયેલના હુમલા

ગાઝાના ઝવાયદા શહેરમાં ઈઝરાયેલના તાજા હુમલામાં 4 વર્ષના બાળક સહિત બે લોકોના મોત થયા છે અને સાત ઘાયલ થયા છે. હમાસે આરોપ લગાવ્યો છે કે ઈઝરાયેલ ટ્રમ્પની યુદ્ધવિરામ યોજનાને નબળી પાડી રહ્યું છે.

તમિલનાડુમાં મફત સિલિન્ડર અને બસ મુસાફરીની જાહેરાત

તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયે ગરીબ પરિવારોને વાર્ષિક ૩ મફત એલપીજી સિલિન્ડર આપવાની મોટી જાહેરાત કરી છે. આ ઉપરાંત ટ્રાન્સજેન્ડરો અને મહિલાઓ માટે મફત બસ મુસાફરી સેવાના વિસ્તરણની પણ જાહેરાત કરાઈ છે.

ચાર રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે ચાર રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં ધોધમાર વરસાદથી બપોરે જ અંધારપટ છવાયો હતો. જ્યારે ગુજરાત, યુપી અને રાજસ્થાનમાં હવામાન સામાન્ય રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

AAP ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન હાઈકોર્ટે ફગાવ્યા

 વનકર્મી પર હુમલા અને ખંડણી કેસમાં ડેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે જોરદાર ઝટકો આપ્યો છે. જામીન અરજી ફગાવી દેવાતાં હવે તેમનું ધારાસભ્ય પદ પણ રદ થવાની અણી પર આવી ગયું છે.

ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું

સુરતના ચોકબજારમાં રાજાઓવારા બહાર જાહેર માર્ગ પરના ગેરકાયદે દબાણો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ સેન્ટ્રલ ઝોનની ટીમે ગેરકાયદે પાનની કેબિનો સહિતના પાકા દબાણો તોડી પાડ્યા હતા.