VIDEO: EVENING BULLETIN / અમેરિકા-કેનેડા વચ્ચે ટેરિફ વોર, પાકિસ્તાનમાં આતંકી મથકનું રિનોવેશન, અંકલેશ્વરમાં વેપારી પર હુમલો
અમેરિકા-કેનેડા વચ્ચે ટેરિફ વોર
અમેરિકાએ કેનેડિયન પ્રોડક્ટ્સ પર ૫૦ ટકા ટેરિફ લાદ્યા બાદ વાટાઘાટો નિષ્ફળ જતાં, કેનેડાના વડાપ્રધાને ૮ સપ્ટેમ્બરથી અમેરિકન માલસામાન પર બદલાની ભાવનાથી વળતો ટેરિફ લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે.
પાકિસ્તાનમાં આતંકી મથકનું રિનોવેશન
પાકિસ્તાન દ્વારા સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. યુએન પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પોતાના કુખ્યાત 'મરકઝ સુભાનલ્લાહ' સંકુલનું સંપૂર્ણ સમારકામ પૂરું કરી લીધું છે.
અનામત પર ચિરાગ પાસવાનનું નિવેદન
જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ વચ્ચે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને અનામતનું સમર્થન કરતાં કહ્યું કે, અનામત કોઈ ભેટ કે દયા નથી પણ બંધારણીય અધિકાર છે, જેને માત્ર માંગણી કરવાથી ખતમ ન કરી શકાય.
સંજય રાઉતનો સરકાર પર પ્રહાર
શિવસેના સાંસદ સંજય રાઉતે મોંઘવારી અને ખાંડના વધતા ભાવ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ૧૨ વર્ષમાં શું સસ્તું થયું તેવો સવાલ કરી પીએમને ટેલિપ્રોમ્પ્ટર વિના વંદે માતરમ ગાવાનો પડકાર ફેંક્યો છે.
અંકલેશ્વરમાં વેપારી પર હુમલો
અંકલેશ્વરમાં કામના વિવાદને લઈને વેપારી પર ચાર શખ્સોએ ઘાતક હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે; ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં ૭ દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી ૭ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે; જોકે ભારે વરસાદની કોઈ સંભાવના નથી.

