Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : EVENING BULLETIN / Iran's control over Hormuz weakens, state banks become 'cool' for youth: Finance minister, racket of selling newborn babies caught

VIDEO: EVENING BULLETIN / હોર્મુઝ પર ઈરાનનું નિયંત્રણ નબળું પડ્યું, સરકારી બેંકો યુવાનો માટે 'કૂલ' બને: નાણાં મંત્રી, નવજાત બાળકો વેચવાનું રેકેટ પકડાયું

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હોર્મુઝ પર ઈરાનનું નિયંત્રણ નબળું પડ્યું

App Store

હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકા સાથેના તણાવ વચ્ચે ઈરાનનું નિયંત્રણ નબળું પડતું દેખાઈ રહ્યું છે. ટ્રેકિંગ ફર્મ કેપ્લરના ડેટા મુજબ છેલ્લા બે અઠવાડિયામાં ૮૦ ટકાથી વધુ કોમર્શિયલ જહાજોએ ઈરાની જળમાર્ગ છોડી અમેરિકા સમર્થિત ઓમાન રૂટ પસંદ કર્યો છે.

બાંગ્લાદેશે બિઝનેસ વિઝા ઝડપથી આપવા કરી માંગ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર સંબંધો વધારવા ઢાકાએ ભારત સરકાર પાસે ઝડપી બિઝનેસ વિઝા આપવાની માંગણી કરી છે. બંને દેશોના વેપારીઓની સરળ અવરજવરથી દ્વિપક્ષીય વેપાર અને નવા રોકાણોની તકો ઝડપથી વધશે તેમ બાંગ્લાદેશે જણાવ્યું છે.

સરકારી બેંકો યુવાનો માટે 'કૂલ' બને: નાણાં મંત્રી

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જાહેર ક્ષેત્રની બેંકોને યુવાનો માટે પોતાની જૂની ઇમેજ બદલી વધુ આધુનિક બનવા આહ્વાન કર્યું છે. બેંકિંગ નિયમો જાળવી રાખી ૧૬ વર્ષથી વધુ વયના યુવાનોને જોડવા ૨ ઓક્ટોબરથી વિશેષ રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરાશે.

રાંચીમાં વિદ્યાર્થી આંદોલન 2 મહિના સ્થગિત

રાંચીના જેપીએસસી સ્ટેડિયમ ખાતે ૨૫ જુલાઈથી ચાલતું વિદ્યાર્થીઓનું આંદોલન હાલ પૂરતું બે મહિના માટે મોકૂફ રખાયું છે. વિદ્યાર્થીઓએ પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓની સીબીઆઈ તપાસ શરૂ કરવા ઝારખંડ સરકારને ૬૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.

સાબરકાંઠામાં નવજાત બાળકો વેચવાનું રેકેટ પકડાયું

સાબરકાંઠા પોલીસે રાજપુરા પાસેથી એક માસની બાળકી સાથે ૫ આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકીએ આ બાળકી મુંબઈમાં દોઢ લાખમાં વેચી હોવાનું કબૂલ્યું છે અને અત્યાર સુધીમાં ૧૦ બાળકો વેચી દીધા હોવાની આશંકા વચ્ચે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદ

ડિપ્રેશન અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં આગામી ૭ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ ૫૧૦.૭ મીમી વરસાદ થયો છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં ૨૬ ટકા જેટલી મોટી વરસાદી ઘટ જોવા મળી છે.