VIDEO: EVENING BULLETIN / યુએસ વિઝા નિયમોમાં મોટો ફેરફાર, નીતિન નવીનની નવી ટીમ જાહેર, ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ
સ્પેનના દરિયાકિનારે હજારો પ્રવાસીઓનો હંગામો
સ્પેનના સ્યુટા વિસ્તારમાં ઘૂસણખોરી કરી આવેલા હજારો પ્રવાસીઓએ સમુદ્ર કિનારે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રવાસીઓએ મોરોક્કો પરત મોકલવાને બદલે સ્પેનમાં જ કાયમી આશ્રય આપવાની માગ સાથે હોબાળો મચાવ્યો છે.
યુએસ વિઝા નિયમોમાં મોટો ફેરફાર
હવે બાળકો માટે યુએસ વિઝા લેવા વધુ કડક બન્યા છે. યુએસ એમ્બેસીની નવી સ્પષ્ટતા અનુસાર, ઉંમર ભલે ગમે તે હોય—નાના બાળકોએ પણ વિઝા ઇન્ટરવ્યુ માટે રૂબરૂ હાજર રહેવું ફરજિયાત રહેશે.
નીતિન નવીનની નવી ટીમ જાહેર
ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનમાં મોટા ફેરફારો સાથે નવા રાષ્ટ્રીય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં અનુભવી અને વરિષ્ઠ નેતાઓને મહત્વના હોદ્દા સોંપીને સંગઠનને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત
આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવી છે અને CBI તેમજ EDને કોઈ પણ નવો રિપોર્ટ દાખલ ન કરવા આદેશ આપ્યો છે.
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ
રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે 17થી 23 ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે.
સ્કૂલના આચાર્યની તિજોરીમાંથી દારૂ મળ્યો
આણંદના સોજિત્રા તાલુકાની લીંબાલી પ્રાથમિક શાળામાં તપાસ દરમિયાન આચાર્યની તિજોરીમાંથી વિદેશી દારૂની 50 ખાલી અને ટેબલ નીચેથી 2 અર્ધભરેલી બોટલો ઝડપાઈ છે. ઘટના બાદ ફરાર આચાર્ય વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

