VIDEO: EVENING BULLETIN / 23 વર્ષ બાદ અમેરિકી સૈનિકો ઇરાક છોડશે, રામલીલા મેદાનના શુદ્ધિકરણ મુદ્દે ખડગે ભડક્યાં,
ઈરાન સામે યુદ્ધ વચ્ચે અમેરિકા માટે નવું ટેન્શન
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે અમેરિકન નૌકાદળ માટે નવું સંકટ ઊભું થયું છે. યુએસએસ અબ્રાહમ લિંકન વિમાનવાહક જહાજ પર તહેનાત ખલાસીઓ સતત ડ્યુટી અને ઘરથી દૂર રહેવાને કારણે ભારે માનસિક તણાવ અને હતાશાનો ભોગ બન્યા છે. અહેવાલો મુજબ, માનસિક રીતે ભાંગી પડેલા કેટલાક સૈનિકોએ સમુદ્રમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો છે."
૨૩ વર્ષ બાદ અમેરિકી સૈનિકો ઇરાક છોડશે
ઇરાકમાંથી ૨૩ વર્ષ બાદ અમેરિકી સૈન્યની વાપસીની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. ઇરાકના વડાપ્રધાન કાર્યાલય અને યુએસ સેન્ટ્રલ કમાન્ડની મહત્વપૂર્ણ બેઠક બાદ નિર્ણય લેવાયો છે કે આગામી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં તમામ અમેરિકી સૈનિકો ઇરાક છોડીને સ્વદેશ પરત ફરી જશે.
રામલીલા મેદાનના શુદ્ધિકરણ મુદ્દે ખડગે ભડક્યાં
ઉત્તરાખંડના હલ્દવાનીમાં યોજાયેલી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ મેદાનમાં કરાયેલા 'શુદ્ધિકરણ' હવન પર ભારે વિવાદ સર્જાયો છે. આ મુદ્દે રાજ્યસભામાં બોલતા ખડગેએ ભારે હૈયે આક્રોશ વ્યક્ત કર્યો કે જનતાના પ્રશ્નો ઉઠાવ્યા બાદ મંચ પવિત્ર કરવાનો પ્રયાસ કરીને મારું અને આખા દલિત સમાજનું અપમાન કરવામાં આવ્યું છે
પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર બાદલ પર હુમલો
હારાષ્ટ્રના નાંદેડથી મોટા સમાચાર મળી રહ્યા છે, જ્યાં શિરોમણિ અકાલી દળના નેતા અને પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર સિંહ બાદલ પર નિહંગો દ્વારા કિરપાણથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ગંભીર રીતે ઘવાયેલા બાદલને તુરંત જ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાથી પંથક અને રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે
ગુજરાતમાં ફૂડ માફિયાઓ સામે ભગવા સેના લાલઘૂમ
શાળાની કેન્ટીનના ખોરાકમાં કાચ નીકળવા અને નકલી ઘીના કારોબાર સામે ભગવા સેનાએ કડક મોરચો માંડ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ રાવલે ગુજરાતમાં મહારાષ્ટ્રના કડક અધિકારી તુકારામ મૂંડે જેવા કમિશનર નીમવાની માંગ કરી છે. આ સાથે જ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મંદિરો આસપાસ નોન-વેજનું વેચાણ બંધ કરવા અને ફરાળી ખોરાકનું સઘન ચેકિંગ કરવા અપીલ કરાઈ છે.
ગુજરાતમાં આગામી ૭ દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં શિયર ઝોન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય થતાં આગામી ૭ દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આજે મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે.

