VIDEO: EVENING BULLETIN / હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોને અમેરિકાની વોર્નિંગ, ભાજપ ધારાસભ્યની પુત્રીની દાદાગીરી
હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોને અમેરિકાની વોર્નિંગ
અમેરિકાએ હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોને કડક ચેતવણી આપી છે. ઇરાની સંગઠનો સાથે કોઈપણ માહિતી શેર કરનાર શિપિંગ કંપનીઓ પર અમેરિકા દ્વારા આકરા આર્થિક પ્રતિબંધો લાદવામાં આવશે.
બિહારમાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર
પટનામાં પડતર માંગણીઓને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક બન્યું છે. જેપી ગોલંબર પાસે બેરિકેડ્સ તોડી મુખ્યમંત્રી આવાસ તરફ આગળ વધતાં વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કરી અનેકની અટકાયત કરી છે.
ભાજપ ધારાસભ્યની પુત્રીની દાદાગીરી
કર્ણાટકમાં ભાજપ ધારાસભ્ય બી. સુરેશ ગૌડાની પુત્રી ઐશ્વર્યાએ મંદિરમાં મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સાથે ગેરવર્તણૂક કરી તમાચો માર્યો હતો, જેની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.
મમતા બેનર્જીનો રાજકીય હુંકાર
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજકીય નિવૃત્તિ લેવાના નથી. TMCમાં આંતરિક બળવા વચ્ચે તેમણે ભાજપ સામે અંતિમ શ્વાસ સુધી લડવાનો હુંકાર કર્યો છે.
ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોનું કૌભાંડ
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે સત્તાનો દુરુપયોગ કરી ₹40 કરોડની ગ્રાન્ટમાં ગેરરીતિ અને ગેરકાયદે ભરતી કરવાના ગંભીર આક્ષેપો બાદ કેમ્પસમાં ભારે રોષ ફેલાયો છે.
એટ્રોસિટી એક્ટના દુરુપયોગ સામે ચકલાસી સજ્જડ બંધ
ખેડાના ચકલાસી શહેરમાં એટ્રોસિટી એક્ટના કથિત દુરુપયોગ અને તોડબાજીના વિરોધમાં બજારો સજ્જડ બંધ રહ્યા હતા. સ્થાનિકોએ પોલીસ મથકે ઉમટી સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે.

