Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Evening bulletin /12 Gujaratis trapped in Nepal floods, Subhash Chandra disputed NCLT relief

VIDEO: EVENING BULLETIN / નેપાળ જળપ્રલયમાં 12 ગુજરાતીઓ ફસાયા, સુભાષ ચંદ્રાને NCLTની રાહત પર વિવાદ

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નેપાળ પૂર સંકટ: ૨૮૮ ભારતીયો સાથે સંપર્ક તૂટ્યો

App Store

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં ૨૮૮ ભારતીય નાગરિકો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે નેટવર્ક અને કોમ્યુનિકેશન વ્યવસ્થા ઠપ થતાં મુશ્કેલી ઊભી થઈ છે, તમામ નાગરિકોનો સંપર્ક કરવાના સઘન પ્રયાસો ચાલુ છે.

નેપાળ જળપ્રલયમાં 12 ગુજરાતીઓ ફસાયા

નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનના કારણે કૈલાશ માનસરોવર યાત્રા અર્થે ગયેલા ગુજરાતના 12 નાગરિકો ફસાયા હોવાની અને સંપર્કવિહોણા બન્યા હોવાની માહિતી સામે આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંકલન સાધીને બચાવ કામગીરી શરૂ કરાવી છે.

પાકિસ્તાનમાં ખ્રિસ્તી યુવતીના રક્ષણ માટે અમેરિકી સાંસદોની અપીલ

પાકિસ્તાનમાં ૧૮ વર્ષીય ખ્રિસ્તી યુવતી નેહા ફકીરનું અપહરણ કરી જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવાના મામલે અમેરિકાના ૧૧ સાંસદોએ પાકિસ્તાન સરકાર સમક્ષ તેના મૂળભૂત અધિકારો અને સુરક્ષાની કડક માગણી કરી છે.

સુભાષ ચંદ્રાને NCLTની રાહત પર વિવાદ

NCLT દ્વારા સુભાષ ચંદ્રાને ૨૨ હજાર કરોડથી વધુના દેવા સામે માત્ર ૬.૫ કરોડ રૂપિયા ચૂકવવાની મંજૂરી અપાતાં વિવાદ વકર્યો છે. બેંકોને ૯૯.૯૭% નુકસાન થતાં વિજય માલ્યાએ સિસ્ટમની બેવડી નીતિ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે.

કાનપુરમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગંગા બેરેજ નજીક એક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્લેન તૂટી પડતાં તેમાં સવાર પાયલટ અને કો-પાયલટ બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. ઘટના બાદ તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું.

'દેશમાં ખાંડની વાસ્તવિક અછત નથી'

દેશમાં ખાંડના વધતા ભાવો વચ્ચે સુગર ફેડરેશને સ્પષ્ટતા કરી છે કે બજારમાં કૃત્રિમ અછત ઊભી કરાઈ છે. ઇથેનોલનું ઉત્પાદન ખાંડ બનાવ્યા પછી વધેલા મોલાસીસમાંથી થતું હોવાથી ખાંડના જથ્થા પર કોઈ નકારાત્મક અસર પડી નથી.

હાઈકોર્ટની લાલ આંખ બાદ સુરત પાલિકા એક્શનમાં

કોર્ટના આદેશ બાદ સુરત પાલિકાએ નાસિર નગરના બેઘર પરિવારો માટે આવાસ ફાળવણીની પ્રક્રિયા શરૂ કરી છે. સેન્ટ્રલ ઝોનમાં આજે ૨૮ પરિવારો માટે ડ્રો યોજાશે, જ્યારે બાકીના ૪૦ પરિવારો હજુ પણ કોમ્યુનિટી હોલમાં આશરો લઈ રહ્યા છે.