VIDEO: EVENING BULLETIN / લદ્દાખમાં સેનાનું દિલધડક રેસ્ક્યૂ, રાજુ કરપડાનું લાઈસન્સ રદ
પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન
ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝીયોયેવે દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા. બંને નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય વાર્તા બાદ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સંબંધોને "વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી" નો દરજ્જો આપવામાં આવ્યો.
ભાગવતના નિવેદન પર વિપક્ષનો પલટવાર
અમેરિકામાં RSS પ્રમુખ મોહન ભાગવતના "હિન્દુ-મુસ્લિમ" નિવેદન પર રાજકારણ ગરમાયું છે. કપિલ સિબ્બલે કહ્યું કે "કામ પણ દેખાવું જોઈએ," જ્યારે રાશિદ અલ્વીએ સવાલ ઉઠાવ્યો કે "જો ભારતમાં સમસ્યા નથી, તો અમેરિકા જઈને આ બોલવાની જરૂર કેમ પડી?
FDA પર હાઇકોર્ટ લાલઘૂમ
મુંબઈ ક્રિકેટ એસોસિએશનના ફૂડ આઉટલેટ્સના લાઈસન્સ સસ્પેન્ડ કરવા મામલે બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્ર FDA ની આકરી ઝાટકણી કાઢી. કોર્ટે તીખી ટિપ્પણી કરી કે "મચ્છર મારવા તલવાર ન વાપરો, રેગ્યુલેટરી સિસ્ટમે સંતુલિત કાર્યવાહી કરવી જોઈએ.
લદ્દાખમાં સેનાનું દિલધડક રેસ્ક્યૂ
લદ્દાખના 18,600 ફૂટ ઊંચા નન કુન પર્વત પર આર્મી એવિએશનના જાંબાઝ પાયલટોએ શ્વાસ અધ્ધર કરતું રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું. હાડકાં ગાળતી ઠંડી, પાતળી હવા અને સીધા ઢોળાવ વચ્ચે હેલિકોપ્ટરને હળવું કરી પાયલટોએ અદમ્ય સાહસ સાથે ફસાયેલા દર્દીનો જીવ બચાવ્યો.
રાજુ કરપડાનું લાઈસન્સ રદ
રાજુ કરપડાનું વ્યાજવટાવનું લાઈસન્સ રદ થવા મામલે મોટો ખુલાસો થયો છે. 5 વર્ષે રીન્યુ કરાવવાના નિયમ છતાં, કરપડાએ લાઈસન્સ લીધા બાદ તેનો ઉપયોગ પણ નહોતો કર્યો અને રીન્યુ પણ ન કરાવ્યું, જેથી લાઈસન્સ રદ કરાયું. અન્ય 79 જપ્ત થયા છે.
રાજ્યમાં વરસાદની આગાહી
મોન્સૂન ટ્રફ સક્રિય થતાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. નોંધનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધી સામાન્ય કરતા 12 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 35 ટકા જેટલી મોટી ઘટ છે.

