Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Evening Bulletin /PM Modi's attack on opposition in Vadodara, Iran calls India a true friend, Trump's claim on crude oil prices

VIDEO: EVENING BULLETIN / વડોદરામાં પીએમ મોદીના વિપક્ષ પર પ્રહાર, ઈરાને ભારતને ગણાવ્યો સાચો મિત્ર, ક્રૂડ ઓઈલના ભાવ પર ટ્રમ્પનો દાવો

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરામાં પીએમ મોદીના પ્રહાર

App Store

વડોદરામાં હજારો કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરતાં વડાપ્રધાન મોદીએ અગાઉની સરકારો પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, ૨૦૧૪ પહેલાં માત્ર ફાઈલો જ ટેબલો પર ફરતી રહી, પરંતુ હવે દેશમાં 'અટકતી-લટકતી' ફાઈલોનો યુગ પૂરો થઈ રેકોર્ડબ્રેક ગતિએ કામ થાય છે.

ઈરાને ભારતને ગણાવ્યો સાચો મિત્ર

BRICS સમિટ પહેલાં ઈરાને ભારત સાથેના સંબંધોની પ્રશંસા કરતાં તેને અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાવ્યા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ ભારતના તટસ્થ વલણની સરાહના કરતાં ઈરાને જણાવ્યું કે, તાજેતરમાં PM મોદી અને પ્રમુખ પેઝેશ્કિયન વચ્ચે થયેલી બેઠક બંને દેશોની જૂની દોસ્તીનું ઉત્તમ ઉદાહરણ છે.

ક્રૂડ ઓઈલના ભાવ પર ટ્રમ્પનો દાવો

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ $૯૭ને પાર થતાં વૈશ્વિક મોંઘવારીનું સંકટ વધ્યું છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ભવિષ્યવાણી કરતાં દાવો કર્યો છે કે, ઈરાન સામે અમેરિકાની જીત થતાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં મોટો કડાકો બોલશે.

સાઉદી અરેબિયા પર હૂતી વિદ્રોહીઓનો હુમલો

હૂતી બળવાખોરોએ સાઉદી અરેબિયાના એરપોર્ટ, એરબેઝ અને રિફાઇનરીને નિશાન બનાવી ભયાનક હુમલા કર્યા છે. સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે 'એક પર હુમલો એટલે ત્રણેય પર હુમલો'નો સંરક્ષણ કરાર થયાના એક જ મહિનામાં આ હુમલો થતાં હવે પાકિસ્તાન અને તુર્કીના વલણ પર સૌની નજર છે.

બાબા બાગેશ્વરના નિવેદનથી બંગાળમાં વિવાદ

દુર્ગાપૂજામાં શાકાહારી ભોજન અપનાવવાની ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલ સામે પશ્ચિમ બંગાળમાં મોટો વિવાદ છેડાયો છે. બંગાળ ભાજપ પ્રમુખ સામિક ભટ્ટાચાર્યે પલટવાર કરતાં કહ્યું કે, વિવેકાનંદ અને બંગાળી પરંપરાથી ઉપર કોઈ નથી; લોકો શું ખાશે તે અંગે કોઈ સાધુ કે પક્ષ ફરમાન જારી કરી શકે નહીં.

ડીસામાંથી ₹૧૬ લાખનું હેરોઈન જપ્ત

બનાસકાંઠાના ડીસામાં ANTF બોર્ડર ઝોનની ટીમે નેહરુનગર શાળા નજીક એક મકાનમાં દરોડો પાડ્યો હતો. ટીમે સ્થળ પરથી ૮૧ ગ્રામ ગેરકાયદેસર હેરોઈન સહિત કુલ ₹૧૬.૨૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી, મહેશ ઠાકોર ઉર્ફે બલ્લો નામના આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.