Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Evening Bulletin / Iran's New Warning, Relief in LPG Cylinder Booking Rule

VIDEO: EVENING BULLETIN / ઈરાનની નવી ચેતવણી, LPG સિલિન્ડર બુકિંગ નિયમમાં રાહત

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈરાનની નવી ચેતવણી

App Store

હોર્મુઝ સ્ટ્રેટ બહાર ઈરાન નવો પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરશે. સુપ્રીમ સિક્યોરિટી કાઉન્સિલના સચિવ મોહસિન રેઝાઈએ જણાવ્યું કે અમેરિકન નેવી બ્લોકેડ લાઇનથી શરૂ થતા આ વિસ્તારમાં પ્રવેશનાર કોઈપણ જહાજને પ્રતિબંધિત યાદીમાં મુકાશે.

અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ યથાવત્

અમેરિકા અને ઈરાન વચ્ચે ખેંચતાણ વધી રહી છે. ટ્રમ્પે ઈરાનને મદદ કરનાર દેશોને નુકસાનની ચેતવણી આપી છે, જ્યારે ઈરાને ફારસની ખાડીમાં અમેરિકી સૈન્ય હાજરીને આક્રમકતા ગણાવી વિરોધ નોંધાવ્યો છે.

સિલિન્ડર બુકિંગ નિયમમાં રાહત

કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડર બુકિંગના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીના જણાવ્યા અનુસાર, હવે ગ્રાહકોએ 45 દિવસ નહીં પરંતુ માત્ર 25 દિવસમાં જ નવો ગેસ સિલિન્ડર બુક કરાવી શકાશે.

તેલંગાણામાં ભાજપનો હોબાળો

વિદ્યાર્થીઓના મુદ્દે તેલંગાણા સરકાર સામે વિધાનસભા બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ એન. રામચંદર રાવ સહિતના આગેવાનોની હૈદરાબાદ પોલીસે અટકાયત કરી છે.

કોર્ટને બોમ્બ ધમકી કેસમાં ધરપકડ

ગુજરાત હાઇકોર્ટ અને સુરત કોર્ટને ઈમેલ મારફતે બોમ્બની ધમકી આપવાના કેસમાં સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ચેન્નઈથી 2 આરોપીઓને ઝડપી લીધા છે.

બોટાદમાં કથિત ₹1 કરોડનો તોડ

બોટાદમાં મોબાઈલ ગેમિંગ મામલે યુવક પર પોલીસ-આગેવાનોની સાંઠગાંઠથી ₹1 કરોડના કથિત તોડનો આક્ષેપ થયો છે. ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશ ચૌહાણે તટસ્થ તપાસ અને કાર્યવાહીની માંગ ઉઠાવતા રાજકીય ગરમાવો વધ્યો છે.