Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : EVENING BULLETIN / MoU with Iran now dead: Trump, no evidence against India in Nijjar case: Canada, bans overnight trips to Pavagadh for next 2 months

VIDEO: EVENING BULLETIN / ઈરાન સાથેનો MoU હવે ખતમ: ટ્રમ્પ, નિજ્જર કેસમાં ભારત સામે પુરાવા નથી: કેનેડા, પાવાગઢમાં આગામી 2 મહિના રાત્રિ પ્રવાસ પર રોક

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ

App Store

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના સંકેતોથી શેરબજારમાં મોટો કડાકો બોલાયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની ડીલ રદ કરવાની જાહેરાત કરતાં જ બજાર ધડાધડ તૂટ્યું હતું. આ જાહેરાત બાદ સેન્સેક્સમાં ૧૭૦૦થી વધુ અને નિફ્ટીમાં ૫૦૦થી વધુ પોઇન્ટનો મોટો ઘટાડો નોંધાતા રોકાણકારોને રાતા આંસુએ રડવાનો વારો આવ્યો છે.

નિજ્જર કેસમાં ભારત સામે પુરાવા નથી: કેનેડા

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે કેનેડાએ મહત્ત્વની ટિપ્પણી કરી છે. અમેરિકામાં સક્રિય આંતરરાષ્ટ્રીય ગુનાઇત સંગઠનો સામે ચાલી રહેલી તપાસમાં ભારતીય એજન્સીઓ કે અધિકારીઓની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ નિજ્જર કેસમાં હાલ કેટલાક લોકો કેનેડામાં આરોપોનો સામનો કરી રહ્યા છે, તેથી તે તપાસ મુદ્દે હાલ ટિપ્પણી નહીં કરી શકાય. આ નિવેદન કેનેડાની ટોચની કાયદા અમલીકરણ એજન્સી દ્વારા અપાયું છે.

ઈરાન સાથેનો MoU હવે ખતમ: ટ્રમ્પ

તુર્કીની રાજધાની અંકારામાં આયોજિત નાટો શિખર સંમેલન દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ માને છે કે ઈરાન સાથે થયેલો MoU હવે ખતમ થઈ ચૂક્યો છે. તેમણે દાવો કર્યો હતો કે તાજેતરના પ્રવાહો અને ઘટનાક્રમ બાદ બંને દેશો વચ્ચે થયેલા આ કરારનું હવે કોઈ મહત્વ રહ્યું નથી.

ઈન્ડોનેશિયાના 1000 વર્ષ જૂના પ્રાચીન મંદિરની મુલાકાતે PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ત્રણ દિવસીય ઈન્ડોનેશિયા પ્રવાસના અંતિમ દિવસે યોગ્યાકાર્તા સ્થિત ઐતિહાસિક પ્રમ્બાનન મંદિરની મુલાકાત લીધી હતી. લગભગ 1000 વર્ષ જૂના આ હિન્દુ મંદિરની મુલાકાત દરમિયાન PM મોદીએ સોશિયલ મીડિયા પર કેટલીક અદભુત તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. નોંધનીય છે કે ભારત હવે આ મંદિરને નવજીવન આપવા જઈ રહ્યું છે અને બંને દેશો વચ્ચે મંદિરના પુનર્નિર્માણ તથા જીર્ણોદ્ધારને લઈને સહમતિ સધાઈ છે.

 બંગાળમાં જંગલરાજ, હવે આ ઉત્તર પ્રદેશ 2.0 છે

પશ્ચિમ બંગાળના બરુઈપુર રેપ-મર્ડર કેસનો મુખ્ય આરોપી પ્રભાસ મંડલ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. આ ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. TMC સાંસદ મહુઆ મોઇત્રાએ સરકાર પર આકરા પ્રહારો કરતાં ટ્વીટ કર્યું કે, બંગાળના લોકો હવે 'ઉત્તર પ્રદેશ ૨.૦'નું સ્વાગત કરે. તેમણે આ વ્યવસ્થાને સરકાર નહીં પણ જંગલરાજ ગણાવ્યું છે.

 ATSની તપાસમાં સ્લીપર સેલ અને લોકલ નેટવર્ક અંગે ખુલાસો

ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ કરી ૮ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં રહી સ્થાનિક યુવાનોને કટ્ટરપંથી બનાવતા હતા. તપાસમાં તેમની પાસેથી જૈશનો ફ્લેગ, કટ્ટરવાદી પુસ્તકો અને ૩ લાખનું ફંડિંગ મળી આવ્યું છે. હાલ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આ તમામની સઘન પૂછપરછ ચાલી રહી છે.

પાવાગઢમાં આગામી ૨ મહિના રાત્રિ પ્રવાસ પર રોક

પાવાગઢમાં શીલા પડવાની દુર્ઘટના બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. ચોમાસામાં વધુ જાનહાનિ રોકવા માટે તંત્રએ આગામી બે મહિના એટલે કે ૬ સપ્ટેમ્બર સુધી રાત્રિ પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. હવેથી રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૪ વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ પગપાળા ડુંગર ચઢી શકશે નહીં. જોખમી શીલાઓની તપાસ બાદ વહીવટી તંત્ર દ્વારા આ મોટો નિર્ણય લેવાયો છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વેલ માર્ક્ડ લો પ્રેશર અને બે ટ્રફ સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે સુરત, તાપી, ભાવનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જોકે, આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ ૬ ટકા ઓછો વરસાદ નોંધાયો છે.