VIDEO: EVENING BULLETIN / ઇન્ડોનેશિયામાં 243 મુસાફરો ભરેલી ફેરી ગુમ, ગુજરાતમાં મેઘતાંડવ: 10 જિલ્લામાં રેડ ઍલર્ટ
ઇન્ડોનેશિયામાં 243 મુસાફરો ભરેલી ફેરી ગુમ
જાવા સમુદ્રમાં તોફાની હવામાન વચ્ચે 243 મુસાફરો સાથેની એક પેસેન્જર ફેરી સાથે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 102 લોકોને બચાવી લેવાયા છે અને બાકીના લોકો માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.
બલૂચિસ્તાનમાં આર્મી કાફલા પર આતંકી હુમલો
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં નેશનલ હાઈવે પર સેનાના કાફલાને નિશાન બનાવી ભયાનક બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. આ આતંકી હુમલામાં 23થી વધુ પાકિસ્તાની જવાનોના મોત થયાની આશંકા છે.
દિલ્હીમાં 18મું બ્રિક્સ સંમેલન સંપન્ન
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 18મું બ્રિક્સ સંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું છે. પીએમ મોદીએ ઠોસ પરિણામોની આશા વ્યક્ત કરી તમામ દેશોનો આભાર માન્યો હતો તેમજ આગામી અધ્યક્ષતા માટે ચીનને શુભેચ્છાઓ પાઠવી હતી.
મણિપુરમાં ઉગ્રવાદીઓનો હુમલો
મણિપુરના તામેંગલોંગ જિલ્લામાં નેશનલ હાઈવે નજીક ટોલેન કુકી ગામ પર શંકાસ્પદ ઉગ્રવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે તેનો પતિ અને પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા છે.
ગુજરાતમાં મેઘતાંડવ: 10 જિલ્લામાં રેડ ઍલર્ટ
ગુજરાતમાં સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે. રાજ્યના 10 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કરાયું છે, જ્યારે માત્ર 6 કલાકમાં જ 126 તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
દ્વારકામાં આપનો ખેડૂત સત્યાગ્રહ
દેવભૂમિ દ્વારકામાં મગફળીનો પાક નિષ્ફળ જતાં આપ નેતા ઈસુદાન ગઢવીએ સત્યાગ્રહનો બીજો તબક્કો શરૂ કર્યો છે. ખેડૂતોને લાખોનું નુકસાન થતાં તેમણે તાત્કાલિક વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય આપવાની માંગ કરી છે.

