VIDEO: EVENING BULLETIN / ગુજરાતમાં મોટું રોકાણ કરશે ઓસ્ટ્રેલિયા, મમતા બેનર્જીના થપ્પડ વિવાદ પર ભાજપના પ્રહાર, સુરતમાં ખાડીપૂર વચ્ચે નેતાઓ સામે જનઆક્રોશ
ગુજરાતમાં મોટું રોકાણ કરશે ઓસ્ટ્રેલિયા
પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સીઇઓ ફોરમને સંબોધિત કરી, જ્યાં મોટો નિર્ણય લેવાયો છે. આગામી ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનું હાઈ-લેવલ પ્રતિનિધિમંડળ ભારત આવશે અને ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ ગુજરાતમાં પોતાના કેમ્પસ શરૂ કરીને મોટું રોકાણ કરશે.
શું ફરી યુદ્ધમાં કૂદશે ઈઝરાયલ?
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા ટકરાવ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ અચાનક પોતાની પબ્લિક સેરેમની કેન્સલ કરી દીધી છે. સુરક્ષા અધિકારીઓ સાથે યોજાયેલી આ સીક્રેટ અને લાંબી બેઠક બાદ સવાલ ઉઠી રહ્યો છે કે શું ઈઝરાયલ હવે વધુ મોટા પાયે યુદ્ધમાં કૂદવાની તૈયારી કરી રહ્યું છે?
ઈરાને શેર કર્યો ખામેનેઈના ઘરનો VIDEO
અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ ઈરાને પહેલીવાર દિવંગત સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના ઘરનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં હુમલા બાદ નિવાસસ્થાન પરિસરમાં આવેલી મસ્જિદ અને ઇમારતોને થયેલું ભારે નુકસાન સાફ જોઈ શકાય છે!
મમતા બેનર્જીના થપ્પડ વિવાદ પર ભાજપના પ્રહાર
કોલકાતામાં TMCની રેલી દરમિયાન મમતા બેનર્જી દ્વારા કથિત રીતે એક વ્યક્તિને થપ્પડ મારવાના મામલે બંગાળનું રાજકારણ ગરમાયું છે. ભાજપ નેતા કેયા ઘોષે કટોક્ષ કરતા જણાવ્યું કે, વફાદાર સમર્થકો સાથ છોડી રહ્યા હોવાથી હતાશા અને ગુસ્સામાં મમતા બેનર્જી આપો ખુઈ બેઠા છે.
શાહીબાગમાં પોલીસ ડ્રિલ દરમિયાન ટિયર ગેસ પ્રસર્યો
અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં નિયમિત ડ્રિલ દરમિયાન છોડવામાં આવેલો ટિયર ગેસ પવનના કારણે રિવરફ્રન્ટ રોડ સુધી પ્રસર્યો હતો. અચાનક ગેસ હવામાં ફેલાઈ જવાને કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
રાજકોટમાં મનપા કર્મચારીને ધમકી
રાજકોટના મણીચોક પાસે ડ્રેનેજ કામગીરી દરમિયાન મનપા કર્મચારીને ધમકાવતો ભાજપ અગ્રણી ગિરીશ પરમારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં અમે તારા બાપ-દાદા છીએ" એમ કહી ધમકી આપે છે. જોકે આ મામલે મનપા કે પોલીસે હજુ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
મોડાસામાં વિરોધ વચ્ચે મેગા ડિમોલેશન
મોડાસાના કોલેજ છાપરા વિસ્તારમાં સ્થાનિકોના ભારે વિરોધ વચ્ચે તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધર્યું છે. પ્રાંત અધિકારીની હાજરીમાં બે જેસીબીની મદદથી ૨૪ જેટલા કાચા-પાકા મકાનોના દબાણો તોડી પડાયા હતા, જ્યાં સુરક્ષા માટે પોલીસની ૧૦ ગાડીઓનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત હતો.
સુરતમાં ખાડીપૂર વચ્ચે નેતાઓ સામે જનઆક્રોશ
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ખાડીપૂરના ત્રીજા દિવસે પણ પાંચ ફૂટ પાણી ભરાયેલા રહેતા સ્થિતિ અત્યંત ગંભીર છે. કોઈ જનપ્રતિનિધિ મદદે ન આવતા રહીશોમાં ભારે રોષ છે. નારાજ લોકોએ ૪૦ વર્ષથી સત્તા ભોગવતા નેતાઓને આકરા શબ્દોમાં કહ્યું કે, "બધા સાહેબોને ઉઘાડા પગે પાણીમાં સાથે મોકલો, ત્યારે જ સર્વે કરવા દઈશું!

