VIDEO: EVENING BULLETIN / હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા-ઈરાન આમને-સામને, ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટ્રક ડ્રાઇવરો સાથે વંશીય ભેદભાવ! ગેસ સિલિન્ડર ચોરી કરતી ગેંગ ઝડપાઈ
ગિરનારમાં 3 સિંહનું રેસ્ક્યુ કરાયું
ગિરનારની સીડીઓ પર માસૂમ બાળક પર હુમલો કરવાની ઘટના બાદ વન વિભાગે અત્યાર સુધીમાં ત્રણ સિંહોનું રેસ્ક્યુ કર્યું છે. પશુચિકિત્સકની તપાસ દરમિયાન તેમાંથી એક સિંહણની ઊલટીમાંથી માનવ શરીરના ભાગો મળી આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘટનાની ગંભીરતાને જોતાં પ્રવાસીઓની સુરક્ષા અર્થે ગિરનારનો નવો સીડી માર્ગ આગામી સૂચના સુધી સદંતર બંધ કરી દેવાયો છે
હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા-ઈરાન આમને-સામને
હોર્મુઝના દરિયાઈ માર્ગ પર વર્ચસ્વને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે વિવાદ વકર્યો છે. ઈરાન દ્વારા અલગ રૂટ બનાવી વેપારી જહાજો પર હુમલા કરાતા, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આગામી 24 કલાકમાં માર્ગ ખુલ્લો કરવાનું કડક અલ્ટીમેટમ આપ્યું છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 કરાર
ચીનની દાદાગીરીને પડકારવા માટે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ભાગીદારી થઈ છે. 40 વર્ષ બાદ કોઈ ભારતીય પીએમની ન્યૂઝીલેન્ડ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદીની હાજરીમાં બંને દેશો વચ્ચે 10 MoU સહિત કુલ 18 મોટા કરારો સંપન્ન થયા છે.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટ્રક ડ્રાઇવરો સાથે વંશીય ભેદભાવનો દાવો
ઓસ્ટ્રેલિયાથી એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ત્યાં કામ કરતા ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવરોને સતત વંશીય ભેદભાવ અને ગંભીર ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક ક્લિપ ખૂબ વાઇરલ થઈ રહી છે, જેમાં ઓસ્ટ્રેલિયન ટ્રક ડ્રાઇવરો દ્વારા ભારતીયો વિરુદ્ધ જાહેરમાં નફરત અને હિંસક વાતો કરવામાં આવી રહી છે.
MPના દતિયામાં ભાજપ કાર્યકરોનો હંગામો
મધ્ય પ્રદેશના દતિયામાં પૂર્વ ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાની ટિકિટ કપાતા ભાજપ સમર્થકો ભડક્યા છે. નારાજ કાર્યકરોએ નેશનલ હાઈવે જામ કરી પથરાવ કરતા કલેક્ટર અને એસપીની હાજરીમાં કેટલાય પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
ગેસ સિલિન્ડર ચોરી કરતી ગેંગ ઝડપાઈ
મહેસાણા એ-ડિવિઝન પોલીસે ચાની કીટલી અને નાના વેપારીઓને નિશાન બનાવીને ગેસ સિલિન્ડર ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે બે આરોપીઓને પાંચ ગેસના બાટલા અને રિક્ષા સાથે ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
ગોંડલના મોવિયાના મહિલા સરપંચ સસ્પેન્ડ
રાજકોટના ગોંડલ તાલુકાની મોવિયા ગ્રામ પંચાયતમાં મોટી નાણાકીય ગેરરીતિ સામે આવી છે. પંચાયતની મંજૂરી વિના ખાનગી સંસ્થાઓને 14.50 લાખનું ગેરકાયદેસર દાન આપવા બદલ જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા સરપંચ કંચનબેન ખૂંટને સસ્પેન્ડ કર્યા છે.
વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થીને ફટકાર્યો
ડોદરાની લિટલ ફ્લાવર સ્કૂલમાં શિક્ષકને બર્થડે વિશ કરવા બદલ 13 વર્ષના વિદ્યાર્થીને બે લાફા મારી દેવાયા હોવાની ઘટના સામે આવી છે. કાનમાં ગંભીર ઈજા થતાં વિદ્યાર્થી સયાજી હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે પિતાએ શિક્ષક જયેશભાઈ સામે ન્યાયની માંગ કરી છે.

