Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Supreme Court action in Ram Mandir donation theft case, PM Modi's big announcement from Melbourne, fierce demonstrations of Bajrang Dal and VHP in Patan!

VIDEO: NEWS EVENING: રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટ એક્શનમાં, મેલબોર્નથી PM મોદીની મોટી જાહેરાત, પાટણમાં બજરંગ દળ અને VHPના ઉગ્ર પ્રદર્શનો!

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટ એક્શનમાં!

App Store

અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત હેરાફેરીના મામલે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા તૈયાર થઈ છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની આગેવાનીમાં ત્રણ જજોની ખાસ બેન્ચ આગામી 13 જુલાઈએ સુનાવણી કરશે, જેમાં CBI દ્વારા સ્વતંત્ર SIT તપાસની માગ કરવામાં આવી છે!

ઈરાન પર અમેરિકા-ઈઝરાયલનો પ્રચંડ હુમલો! 

હોર્મુઝની ખાડીમાં જહાજો પર હુમલા બાદ અમેરિકાએ ઈરાનના બુશેહર અને કોનારક સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલમારો કર્યો છે. આ ભયાનક તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને નેતન્યાહૂએ ફોન પર મોટી વ્યૂહાત્મક ચર્ચા પણ કરી છે!

PM મોદીની મોટી જાહેરાત, ભારતમાં રમાશે બિગ બેશ લીગ!

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક જાહેરાત! હવે ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ટી20 ટૂર્નામેન્ટ 'બિગ બેશ લીગ'ની ઓપનિંગ મેચ ભારતમાં રમાશે. આગામી 12 ડિસેમ્બરે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચે આ મહામુકાબલો રમાશે, જે ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બનશે!

મમતા બેનર્જીનો ભાજપ પર સૌથી મોટો પ્રહાર!

પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ! મમતા બેનર્જીએ ભાજપને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું, "જો મને ચૂપ કરવી હોય તો જીવથી મારી નાખવી પડશે." પક્ષમાં ચાલી રહેલા મોટા બળવા અને નેતાઓના પક્ષપલટા વચ્ચે મમતા બેનર્જીનો આ આકરો વીડિયો સંદેશ ભારે વાયરલ થઈ રહ્યો છે!

મંદિરોની સંપત્તિ મુદ્દે કર્ણાટકમાં મોટો રાજકીય સંગ્રામ!

કર્ણાટકમાં મોટો રાજકીય ગરમાવો! બેંગલુરુમાં કોંગ્રેસે ભાજપ શાસન દરમિયાન મંદિરોની કિંમતી જમીનો અને સંપત્તિની કથિત ચોરીનો આરોપ લગાવી જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. પદયાત્રા અને નુક્કડ સભાઓ દ્વારા કોંગ્રેસ ભાજપનો પર્દાફાશ કરશે, જ્યારે ભાજપે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

પાટણમાં બજરંગ દળ અને VHPના ઉગ્ર પ્રદર્શનો! 

બનાસકાંઠા અને પાટણની મદ્રેસાઓમાંથી કથિત આતંકવાદી તત્વો ઝડપાયા બાદ ભારે રોષ! સુરક્ષાના આ ગંભીર મુદ્દે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે સિદ્ધપુરના કાકોશી ચાર રસ્તા ખાતે હાઈવે ચક્કાજામ કરી, આતંકવાદીઓનું પૂતળાદહન કરીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે.

રાજકોટમાં પોલીસ અને વકીલનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો!

રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વકીલ સાથે ગેરવર્તણૂકનો મામલો હવે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુધી પહોંચ્યો છે! બાર એસોસિએશને કડક વલણ અપનાવતા જાહેરાત કરી છે કે, હવે કોર્ટમાં અધૂરા યુનિફોર્મમાં આવતા પોલીસ અધિકારીઓ સામે સીધી જજ સમક્ષ ફરિયાદ કરી કાર્યવાહી અટકાવવાની માંગ કરાશે.

શાળામાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતો શિક્ષક સસ્પેન્ડ! 

ઉનાની ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષક હરેશગીરી ગૌસ્વામી વિદ્યાર્થી પાસે જ દારૂ મંગાવતા હોવાનો પર્દાફાશ થયો છે! આચાર્યની ફરિયાદ બાદ પોલીસે નશાખોર શિક્ષકની ધરપકડ કરી લીધી છે, જ્યારે જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક એક્શન લઈ શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો છે.