Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Mass resignation of 23 employees in Ram temple, violence erupted in London after FIFA, relief package by state government for Surat floods!

VIDEO: NEWS AFTERNOON/ રામ મંદિરમાં 23 કર્મચારીઓના સામૂહિક રાજીનામા, FIFA વર્લ્ડ કપ બાદ લંડનમાં ભડકી હિંસા, સુરત પૂર માટે રાજ્ય સરકારનું 500 કરોડનું રાહત પેકેજ!

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રામ મંદિરમાં દાન ગણતા ૨૩ કર્મચારીઓના સામૂહિક રાજીનામા!

App Store

અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના વિવાદ વચ્ચે નવું સંકટ ઊભું થયું છે. કામના કલાકો વધારવા અને પગાર ઘટાડવાના વિરોધમાં ૨૩ કર્મચારીઓએ એકસાથે રાજીનામા આપી દીધા છે. આ આકસ્મિક નિર્ણયથી રામ મંદિર ટ્રસ્ટ અને SBI બેંકમાં ભારે દોડધામ મચી ગઈ છે!

FIFA વર્લ્ડ કપ બાદ લંડનમાં ભડકી હિંસા! 

FIFA વર્લ્ડ કપમાં ફ્રાન્સ સામે મોરોક્કોની હાર બાદ લંડનમાં ભારે હિંસા ફાટી નીકળી છે. ગુસ્સે ભરાયેલા ફૂટબોલ ફેન્સે રસ્તાઓ પર હોબાળો મચાવ્યો હતો, જેમાં એક પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા છે. આશ્ચર્યની વાત એ છે કે પેરિસમાં હિંસાની આશંકા વચ્ચે લંડન યુદ્ધનું મેદાન બન્યું!

ગુરુગ્રામમાં મોડી રાત્રે ભયાનક એન્કાઉન્ટર, ૪ બદમાશો ઠાર!

હરિયાણાના ગુરુગ્રામમાં ક્રાઈમ બ્રાન્ચ અને દીપક નાંદલ ગેંગ વચ્ચે સામસામે સેંકડો રાઉન્ડ ગોળીબાર થયો છે. આ લોહિયાળ એન્કાઉન્ટરમાં ગેંગના ૪ શાર્પશૂટર ઘટનાસ્થળે જ ઠાર થયા છે, જ્યારે ૧ ગંભીર રીતે ઘાયલ છે. બદમાશોનો સામનો કરતા કરતા ક્રાઈમ બ્રાન્ચના ૩ બહાદુર જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે!

કુદરતનો પ્રકોપ: દેશના અનેક રાજ્યો પાણીમાં ગરકાવ!

ભારતમાં ચોમાસાની એન્ટ્રી સાથે જ પૂર અને લેન્ડસ્લાઇડની તબાહી શરૂ થઈ છે. દિલ્હીમાં ઈમારત ધરાશાયી થઈ, મહારાષ્ટ્રમાં ૩,૦૦૦ ગેસ સિલિન્ડર નદીમાં વહ્યા, જ્યારે સુરતમાં ૪૦૦ મીલી મીટર વરસાદથી ટેક્સટાઈલ માર્કેટો ડૂબ્યા છે. પહાડોમાં ભયાનક ભૂસ્ખલનથી કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે!

સુરત પૂર માટે રાજ્ય સરકારનું ₹૫૦૦ કરોડનું રાહત પેકેજ!

પૂરથી પ્રભાવિત સુરતને બેઠું કરવા સરકારે ૫૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. હર્ષ સંઘવીએ બેઠક યોજી જણાવ્યું કે, 9,100 પરિવારોનો સર્વે પૂરો કરી રોકડ સહાય શરૂ કરાઈ છે. જ્યારે વેપારીઓના નુકસાન માટે સરકાર ટૂંક સમયમાં જ ખાસ પોલિસી જાહેર કરશે!

પાટણમાં ગટરની સમસ્યા મુદ્દે ભારે હોબાળો! 

પાટણના વોર્ડ નંબર  11માં ગટરના ગંદા પાણી ઉભરાતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકા દ્વારા કોઈ ઉકેલ ન આવતા કોંગ્રેસના કોર્પોરેટરો અને સ્થાનિકોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના પૂતળાંને ગંદા પાણીમાં ઉતારી અનોખો વિરોધ કર્યો હતો અને તાળાબંધીની ચીમકી આપી છે!

વડોદરામાં 400 પશુપાલકો મુશ્કેલીમાં!

સાવલીની રાણીયા દૂધ મંડળીએ 4 ગામોના 400થી વધુ પશુપાલકોનું દૂધ સ્વીકારવાનું બંધ કરતાં વિવાદ વકર્યો છે. પશુપાલકોની રોજીરોટી પર સંકટ આવતા ધારાસભ્ય કેતન ઇનામદારે કૃષિ મંત્રીને પત્ર લખી કાં તો અમૂલ સમકક્ષ ભાવ આપવા અથવા સીધું અમૂલમાં દૂધ ભરવા દેવા માંગ કરી છે!

વાપીમાં 'બોટબ્રો' કંપનીનું ₹૩.૪૦ કરોડનું મસમોટું કૌભાંડ!

વાપીમાં રોકાણકારોને ટૂંકા સમયમાં માલામાલ કરવાની અને લક્ઝરી કાર આપવાની લાલચ આપીને કરોડો રૂપિયા પડાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસે 'બોટબ્રો' કંપનીના બે સાગરીતોની ધરપકડ કરી છે, જ્યારે માસ્ટરમાઇન્ડ લવિશ ચૌધરી હજુ ફરાર છે. ઠગ ટોળકીએ દુબઈ સુધી વૈભવી સેમિનારો યોજીને ચેઈન સિસ્ટમનું નેટવર્ક ફેલાવ્યું હતું!