VIDEO: EVENING BULLETIN / મુખ્ય ચૂંટણી કમિશનરને 48 કલાકનું અલ્ટીમેટમ, સફાઈ કામદારોનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ
ભારતીયોને યુદ્ધમાં 'મહોરા' ન બનાવો: ઝેલેન્સ્કી
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ મોટો દાવો કરતા કહ્યું છે કે રશિયા યુદ્ધમાં ભારત સહિત ૪૭ દેશોના નાગરિકોનો મહોરા તરીકે ઉપયોગ કરી રહ્યું છે. તેમણે તમામ દેશોની સરકારોને પોતાના નાગરિકોની સુરક્ષા કરવા અને યુદ્ધથી દૂર રાખવા અપીલ કરી છે.
પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક
પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ૧૦ સ્થળો પર હવાઈ અને ડ્રોન હુમલા કર્યાની સત્તાવાર જાહેરાત કરી છે. પાકિસ્તાનનો દાવો છે કે આ ઠેકાણાંઓ પરથી તેમના વિરુદ્ધ ડ્રોન હુમલાનું કાવતરું ઘડાયું હતું, સાથે જ આગળ પણ વળતો પ્રહાર કરવાની ચેતવણી આપી છે.
મુખ્ય ચૂંટણી કમિશનરને ૪૮ કલાકનું અલ્ટીમેટમ
ચૂંટણી પંચ વિવાદ મામલે કોકરોચ જનતા પાર્ટીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. પક્ષે ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે જો તેઓ રાજીનામું નહીં આપે તો દેશવ્યાપી આંદોલન છેડવામાં આવશે.
અર્નબ વાવાઝોડાનો કહેર: ૧૦ રાજ્યોમાં એલર્ટ
બંગાળની ખાડીમાં સર્જાયેલું 'અર્નબ' વાવાઝોડું આંધ્રપ્રદેશ અને ઓડિશાના તટ સાથે ટકરાતાં ભારે તબાહી મચી છે. ઓડિશામાં ૫ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે પુલ અને રસ્તા ધોવાઈ જતાં ૧૦ રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પાવરગ્રીડની મનમાની સામે ખેડૂતનો રોષ
આણંદના તારાપુર-વાસદ હાઈવે પર પાવરગ્રીડ કંપનીએ નકશાનું ઉલ્લંઘન કરી સર્વે નંબર ૨૬૬૫ના બદલે ખેડૂતની કિંમતી જમીનમાં વીજ ટાવર ઊભો કરી દીધો છે. કરોડોનું નુકસાન થતાં ખેડૂત પરિવારે કલેક્ટર સમક્ષ યોગ્ય વળતર અને કડક કાર્યવાહીની માગ કરી છે.
સફાઈ કામદારોનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ
સુરત મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ શોષણના વિરોધમાં સફાઈ કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે અર્ધનગ્ન થઈને ઉગ્ર દેખાવો કર્યા હતા. યુનિયને આક્ષેપ કર્યો છે કે નિયમ

