Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : assembly hall of famous Maruti temple in Parbhani collapsed, UAE center allotted to NEET student

EVENING BULLETIN: પરભણીના પ્રસિદ્ધ મારુતિ મંદિરનો સભા મંડપ ધરાશાયી, NEETના વિદ્યાર્થીને UAEનું સેન્ટર ફાળવી દીધુ, પાવાગઢમાં ભૂસ્ખલન બાદ તંત્ર જાગ્યું

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સીઝફાયરના કલાકોમાં જ દક્ષિણ લેબેનોનમાં મોટો હુમલો

App Store

ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સરહદ પાર ચાલી રહેલી ભીષણ લડાઈને રોકવા માટે થયેલી સીઝફાયર સમજૂતીના ગણતરીના કલાકોમાં જ ઇઝરાયલે દક્ષિણ લેબેનોનમાં જોરદાર એરસ્ટ્રાઇક કરી, જેમાં ૫ લોકોના મોત થયાના અહેવાલ છે.

નાગપુરના વિદ્યાર્થીને UAEનું સેન્ટર

NEETની રી-એક્ઝામ પહેલા NTAનો મોટો છબરડો! નાગપુરના વિદ્યાર્થીના એડમિટ કાર્ડમાં પરીક્ષા કેન્દ્ર છેક UAEનું 'અબુ ધાબી' ફાળવી દેવાયું. ૨૧ જૂનની પરીક્ષા પહેલા આ છબરડાથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે!

રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ

અયોધ્યા રામમંદિર ચઢાવા ચોરી કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ડિજિટલ સર્વરમાંથી 45દિવસથી જૂની ફૂટેજ ઓટો-ડિલીટ થઈ ગઈ છે. ઉપલબ્ધ ફૂટેજ સાથે પણ છેડછાડના સંકેતો મળતા SITની તપાસ વધુ મુશ્કેલ બની છે.

ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો

સમગ્ર વિશ્વમાં સોનાની વધતી માંગ અને આકાશને આંબતી કિંમતો વચ્ચે ભારતમાં સોનાનો એક મોટો ખજાનો હાથ લાગ્યો છે. આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના જોન્નાગિરી ગામમાં અંદાજે ૫૦ ટન સોનાનો ભંડાર મળ્યો છે. આ શોધથી દેશની સોનાની આયાત પરની નિર્ભરતા ઘણી ઓછી થઈ જશે.

પાવાગઢમાં ભૂસ્ખલન બાદ તંત્ર જાગ્યું

પાવાગઢમાં ભૂસ્ખલનથી બે મોત બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે. ડુંગર પર આવેલી મહાકાય અને જોખમી શિલાઓનું મૂલ્યાંકન કરવા મહેસૂલ, વન અને પોલીસ વિભાગના અધિકારીઓની વિશેષ ઇન્સ્પેક્શન ટીમ બનાવાઈ છે. 

બુટલેગરના પૌત્રના સીનસપાટા

અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડનો લક્ઝુરિયસ કાર સાથે સીનસપાટા કરતો વીડિયો વાયરલ થયો છે. જેલમાંથી બહાર આવ્યા બાદ ભય ફેલાવવાના આ પ્રયાસથી પોલીસ તંત્ર સામે મોટા સવાલો ઉઠ્યા છે.

સુરત પાલિકાનું બિલ્ડરોને અલ્ટિમેટમ

સુરતના નાસીરનગરમાં ગરીબોના ૧૦૦ મકાનો તોડ્યા બાદ પાલિકા એક્શન મોડમાં આવી છે.  પ્લોટ વેલિડેશન વિના જ ગેરકાયદે બેઝમેન્ટ બનાવતા બિલ્ડરોને ૭ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને પૂછ્યું છે કે 'આ બાંધકામ કેમ ન તોડી પાડવું?'"

વડોદરામાં નવી પાણીની લાઇનમાં અચાનક રૂટ બદલાતા વિવાદ!

વડોદરામાં નવી પાણીની લાઇનમાં અચાનક રૂટ બદલાતા વિવાદ સર્જાયો છે. લાઇનને સીધી લાવવાને બદલે ગોળ ફેરવતા જનતાની તિજોરી પર ₹૯.૩૭ કરોડનો વધારાનો બોજો નાખવાની તૈયારી સામે કાઉન્સિલરે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

પરભણીના પ્રસિદ્ધ મારુતિ મંદિરનો સભા મંડપ ધરાશાયી

મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના માનવત તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યશવાડી મારુતિ મંદિર પરિસરમાં શનિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મંદિરની સામે બનાવવામાં આવેલો વિશાળ સભામંડપ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો. જેમાં 5થી વધુ લોકોના મોત થયા છે તો 25થી વધારે લોકો ઘાયલ થયા છે.