AFTERNOON BULLETIN: અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક ડીલ, દિલ્હીમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
અમેરિકા-ઈરાન યુદ્ધનો અંત
અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલતા યુદ્ધનો આખરે અંત આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને મસૂદ પેઝેશ્કિયાને યુદ્ધ ખતમ કરવા માટે ઔપચારિક MoU પર સાઇન કરી દીધા છે અને આ કરાર તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે!"
અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક ડીલ
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો આખરે અંત આવ્યો છે અને બંને દેશો વચ્ચે થયેલા ૧૪ પોઇન્ટના ઐતિહાસિક કરારનો ડ્રાફ્ટ જાહેર કરાયો છે; જેમાં સૈન્ય કાર્યવાહીનો તત્કાલ અંત, આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ન કરવો, ૬૦ દિવસમાં નાકાબંધી હટાવવી, હોર્મુઝની ખાડીને ૬૦ દિવસ 'ટોલ ફ્રી' રાખવી, ૩૦૦ અબજ ડૉલરનું આર્થિક પેકેજ આપવું, તમામ પ્રતિબંધો અને ફ્રીઝ થયેલી સંપત્તિઓ મુક્ત કરવી, પરમાણુ હથિયાર ન બનાવવાની ખાતરી અને તેલ નિકાસમાં વિશેષ છૂટછાટ જેવા ક્રાંતિકારી નિર્ણયોને યુએન સુરક્ષા પરિષદની મંજૂરી સાથે લાગુ કરવામાં આવ્યા છે."
દિલ્હીમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સમર્થિત આતંકી નેટવર્ક પર સકંજો કસ્યો છે! શહજાદ ભટ્ટી દ્વારા ઓપરેટ થતા આ મોડ્યુલના વધુ ૫ આરોપીઓની ધરપકડ કરાતાં કુલ આઠ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.
AAPમાં તૂટની અટકળો તેજ!
TMC અને શિવસેના બાદ હવે આમ આદમી પાર્ટીમાં તૂટની અટકળો તેજ થઈ છે! કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ દાવો કર્યો છે કે AAPના કેટલાક લોકસભા સાંસદો ભવિષ્યમાં NDAને સમર્થન આપી શકે છે."
મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ પોણા 6 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત અરવલ્લી, ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે ગરમીથી રાહત મળવાની સાથે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
કીર્તિ પટેલ આવી ખેડૂતોના સમર્થનમાં
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ખેડૂતોના સમર્થનમાં કાળુભા રોડ સ્થિત કૃષિ મંત્રીના કાર્યાલયે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું. ખેડૂતોને પૂરતું વળતર, ખેતી સંબંધિત સમસ્યાઓ અને ખેડૂતો પર થતા અન્યાય જેવા મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. કીર્તિ પટેલે સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપતાં જણાવ્યું કે જો આ સમયગાળામાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો મોટી સંખ્યામાં યુવાનો સાથે ફરીથી ખેડૂતોના હિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.
ગુજરાતના ડીજીપીનો મહત્વનો નિર્ણય
રાજ્યના ડીજીપીનો મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી ડ્રગ્સના કેસ નોંધવાની કામગીરી સ્થાનિક પોલીસે ફરજિયાત કરવી પડશે. જો કોઈ અન્ય એજન્સી વિસ્તારમાં રેડ પાડશે, તો બેદરકારી બદલ સ્થાનિક PI અને PSIને સીધા સસ્પેન્ડ કરવામાં આવશે!"

