NEWS AFTERNOON: અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ક્રૂડના ભાવમાં ઘટાડો, RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન, હળવદ ભાજપમાં ભડકો!
અમેરિકા-ઈરાન વચ્ચે 14 શરતો પર સમજૂતી થઈ, ઈરાનને મળશે અત્યાર સુધીની સૌથી મોટી રાહત
પાકિસ્તાનની મધ્યસ્થીથી અમેરિકા અને ઈરાન વચ્ચેના 107 દિવસના યુદ્ધનો અંત આવ્યો છે. 14 શરતો પર થયેલા આ કરાર હેઠળ શુક્રવારથી યુદ્ધવિરામ લાગુ થશે, આગામી રવિવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ ડીલ પર હસ્તાક્ષર કરશે. જેનાથી હોર્મુઝની ખાડી ટોલ-ફ્રી ખુલશે અને ઈરાનને જપ્ત કરાયેલા 24 અબજ ડૉલર પાછા મળશે.
અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થતાં ક્રૂડ ઓઈલનો ભાવમાં ઘટાડો
અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો કડાકો બોલાયો છે. હોર્મુઝની ખાડી ખુલવાના ટ્રમ્પના એલાન બાદ બ્રેન્ટ ક્રૂડ 3.5% અને અમેરિકન તેલ 5% સુધી તૂટતાં હવે ભારતને સીધો ફાયદો થશે.
અમેરિકામાં પ્લેન ક્રેશ: ઉડાન ભરતા જ એન્જિન ફેઈલ, પાયલોટ સહિત તમામ 12 લોકોના કરુણ મોત
અમેરિકાના મિસોરીમાં સ્કાઈડાઈવિંગ પ્લેન ક્રેશ થતાં પાયલોટ સહિત તમામ 12 લોકોના કરુણ મોત નીપજ્યા છે. ટેક-ઓફ થતાં જ એન્જિન ફેઈલ થવાને કારણે પ્લેન હવામાં સ્ટૉલ થઈને ખેતરમાં ખાબક્યું હતું. જમીન પર પછાડાતા જ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.
"પાકિસ્તાન સાથે સારા સંબંધો જરૂરી" RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
RSS ચીફ મોહન ભાગવતે પાકિસ્તાન સાથે વાટાઘાટોના નિવેદનને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે સંઘ કોઈ સ્વતંત્ર વિદેશ નીતિ નથી ધરાવતું અને સરકારના વલણને જ ટેકો આપે છે. હિટલરની જેમ ભારતે ક્યારેય સંવાદના દરવાજા બંધ ન કરવા જોઈએ.
ઉન્નાવ સાધુ હત્યાકાંડનો મુખ્ય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સાધુની હત્યા કરનાર મુખ્ય આરોપી ઇસરાઇલનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. મંદિર પર સાઉન્ડ સિસ્ટમ વગાડવા બાબતે સાધુની હત્યા કરી તે ફરાર હતો, જેને રવિવારે મોડી રાત્રે પોલીસે જવાબી ફાયરિંગમાં ઠાર કર્યો છે.
અંકિતા ભંડારી કેસમાં પૂર્વ ભાજપ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ
અંકિતા ભંડારી હત્યાકાંડ સાથે જોડાયેલા કથિત ઓડિયો વાયરલ કરવાના મામલે ઉત્તરાખંડ પોલીસે પૂર્વ ભાજપ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ કરી છે. આ વિવાદિત ઓડિયો વાયરલ થવા બદલ તેમની સામે ગુનો નોંધાયો હતો.
NEET લીક મામલે બિહાર અને રાજસ્થાનમાં 3 આરોપીઓ ઝડપાયા
NEET પરીક્ષા વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમે બિહાર અને રાજસ્થાનમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ ટેલિગ્રામ પર NEETના જૂના અને નકલી પેપરો અસલી તરીકે લાખો રૂપિયામાં વેચીને વિદ્યાર્થીઓ સાથે મોટી ઠગાઈ કરતા હતા.
ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટી પર કર્યા આકરા પ્રહાર
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના કેટલાક લોકો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે પક્ષના જ કેટલાક તત્વો વિકાસ કાર્યોમાં અવરોધ ઊભો કરે છે. સાથે જ દારૂ-જુગારના અડ્ડા ચલાવનારાઓને જાહેરમાં ખુલ્લા પાડવાની ચેતવણી આપી છે.
હળવદ ભાજપમાં ભડકો, સ્ટેજ પરથી સાંસદ અકડાયા
હળવદ નગરપાલિકાની જનકલ્યાણ શિબિરમાં ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. 27માંથી માત્ર 7 જ સભ્યો હાજર રહેતા સાંસદ ચંદુ શિહોરા અકળાયા હતા. તેમણે સ્ટેજ પરથી ગેરહાજર સભ્યોની આકરી નોંધ લઈ લોકોને સક્રિય બનવા અપીલ કરી હતી.

