Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Legal approval for 100% ethanol fuel, Abhijit Deepke gives ultimatum!, Rain forecast in 11 districts of Gujarat

NEWS AFTERNOON: 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, અભિજીત દીપકેએ આપ્યું અલ્ટીમેટમ!, ગુજરાતના 11 જિલ્લામાં વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પેટ્રોલ ભૂલી જાઓ! ભારતમાં 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત

App Store

દેશની ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા કેન્દ્ર સરકારે E100 ઇંધણને લીલી ઝંડી આપી દીધી છે. આ ઐતિહાસિક નિર્ણયથી ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોનો રસ્તો સાફ થશે, પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે અને શેરડી-મકાઈના ઉત્પાદન દ્વારા ખેડૂતોની આવક વધતાં ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે.

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને યોજાશે મહત્ત્વની દ્વિપક્ષીય બેઠક!

ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટના અંતિમ દિવસે, ૧૭ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, વેપાર, આધુનિક ટેકનોલોજી અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા જેવા વ્યૂહાત્મક મુદ્દાઓ પર ખાસ ચર્ચા થશે.

પાટલીપુત્ર Railway Station પર વિદ્યાર્થીઓનો હંગામો, Trainમાં તોડફોડ અને પથ્થરમારો

બિહારમાં ટ્રેનોની અછતથી ગુસ્સે ભરાયેલા પોલીસ ભરતીના પરીક્ષાર્થીઓએ પાટલીપુત્ર સ્ટેશન પર ભારે પથ્થરમારો અને તોડફોડ કરી હતી. આ હિંસક હોબાળામાં IG સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેથી સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ૩ રાઉન્ડ હવાઈ ફાયરિંગ કરવું પડ્યું હતું.

"વિદ્યાર્થીઓ કે અસફળ મંત્રી, PM મોદી નક્કી કરે" અભિજીત દીપકેએ આપ્યું અલ્ટીમેટમ

NEET પેપર લીક મુદ્દે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે અમૃતસરમાં મોટું પ્રદર્શન યોજાયું. CJPના સ્થાપક અભિજીત દીપકેએ PM મોદીને અલ્ટીમેટમ આપતા કહ્યું કે, તેઓ વિદ્યાર્થીઓ અને અસફળ મંત્રીમાંથી કોઈ એકને પસંદ કરે, નહીંતર ૨૦ જૂનથી દિલ્હીમાં ડેરા નાખવામાં આવશે.

"જેલમાંથી ગેંગ ચલાવી રહ્યો છે લોરેન્સ બિશ્નોઈ, સરકાર આપી રહી છે રક્ષણ" કેજરીવાલનો BJP પર મોટો પ્રહાર

AAP સંયોજક અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો છે કે સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સરકારી સંરક્ષણ મળી રહ્યું છે. તેમણે ગુજરાતને ડ્રગ્સનું ગેટવે ગણાવીને દાવો કર્યો કે દેશમાં ૭૦ ટકા નશો ગુજરાતથી આવી રહ્યો છે.

હવેથી વાહનો એકબીજા સાથે વાતચીત કરી શકશે, માર્ગ સુરક્ષા વધારવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત બનાવવા કેન્દ્ર સરકારે વ્હીકલ-ટુ-વ્હીકલ કમ્યુનિકેશન માટે સ્પેક્ટ્રમ લાયસન્સ ફ્રી કર્યું છે. આ V2X ટેકનોલોજીથી વાહનો એકબીજા અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રિયલ-ટાઇમ કનેક્ટ થશે, જેથી અકસ્માત, ટ્રાફિક જામ અને ઇમરજન્સી બ્રેકિંગની એડવાન્સ એલર્ટ મળતાં રોડ સેફ્ટી વધશે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી

રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે. હવામાન વિભાગ અનુસાર, આગામી ૧૬થી ૧૯ જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમરેલી, ભાવનગર અને સુરત સહિત ૧૧ જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

અમરેલી: સાવરકુંડલામાં ખનીજ માફિયાઓનો આતંક, ખાણ-ખનીજ વિભાગની ટીમ પર હિંસક હુમલો!

સાવરકુંડલાના ધજડી-ખાંભા રોડ પર રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયા બાદ માફિયાઓએ અધિકારીઓ પર લાકડી-પાઈપ વડે હુમલો કર્યો. આ હિંસક હુમલામાં ઇન્સ્પેક્ટર કાના સોલંકી સહિત બે ગાર્ડ ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.