NEWS AFTERNOON: જોરહાટ એરબેઝ પર IAFના વિમાનમાં આગ, વેનેઝુએલામાં અમેરિકાની મોટી કાર્યવાહી, અભિષેક બેનર્જીના ઘરે પોલીસની રેડ
આસામના જોરહાટ એરબેઝ પર IAFના વિમાનમાં આગ
આસામના જોરહાટ એરબેઝ પર વાયુસેનાનું AN-32 કાર્ગો વિમાન લેન્ડિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યું હતું. વિમાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ક્રૂ મેમ્બર્સની સ્થિતિ અંગે સત્તાવાર માહિતી બાકી છે. અકસ્માતનું કારણ જાણવા ઉચ્ચસ્તરીય તપાસના આદેશ અપાયા છે.
વેનેઝુએલામાં અમેરિકાની મોટી કાર્યવાહી, કુખ્યાત ડ્રગ કાર્ટેલનો સરગના નીનો ગુરેરો ઠાર!
અમેરિકાએ વેનેઝુએલામાં મોટું સૈન્ય ઓપરેશન પાર પાડીને ખતરનાક ડ્રગ માફિયા 'નીનો ગુરેરો' ને ઠાર કર્યો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને આ ઓપરેશનનો વીડિયો શેર કર્યો છે.
'હુમલા સાંખી નહીં લેવાય...', 3 ભારતીયોના મોત અંગે અમેરિકાના વિદેશમંત્રી સમક્ષ ભારતનો વિરોધ
ઓમાનની ખાડીમાં અમેરિકી હુમલામાં 3 ભારતીય નાવિકોના મોત થતાં ભારતે આકરો વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રી જયશંકરે અમેરિકાને ચેતવણી આપી કે આવા હુમલા સહન નહીં કરાય.
ઈઝરાયલને વિશ્વાસમાં લીધા વિના જ ઈરાન યુદ્ધમાં ટ્રમ્પે કર્યો ખેલ!
ઈરાન વિરુદ્ધ ચાલી રહેલી લશ્કરી કાર્યવાહી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની એક અચાનક જાહેરાતે ઈઝરાયલના પીએમ નેતન્યાહૂને આંચકો આપ્યો છે. અમેરિકાએ આ અંગે ઈઝરાયલને અંધારામાં રાખ્યું હતું.
'US અંધભક્તોની રક્ષા કેવી રીતે કરશે...', અમેરિકા પર વરસ્યા ઈરાનના સુપ્રીમ લીડર
ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ અમેરિકાની સૈન્ય શક્તિ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, જે પોતાના સૈન્ય મથકો નથી બચાવી શકતા, તે બીજાની રક્ષા શું કરશે?
અભિષેક બેનર્જીના ઘરે વહેલી સવારે પોલીસની રેડ, તાળું તોડી ઘરમાં પ્રવેશી પોલીસ
કલકત્તામાં TMC સાંસદ અભિષેક બેનર્જીની મુશ્કેલીઓ વધી છે. કોલકાતા પોલીસ અને સેન્ટ્રલ ફોર્સના જવાનોએ શનિવારે વહેલી સવારે 3 વાગ્યે તેમના ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને પાંચ કલાક સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
અમેરિકાનો દાવો- ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં Commercial Shipsને નિશાન બનાવી ડ્રોન છોડ્યા
અમેરિકાના દાવા મુજબ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજો પર એટેક ડ્રોન છોડ્યા હતા, જેને અમેરિકી સેનાએ નષ્ટ કર્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર ભારતીય જહાજોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. આ તણાવથી વૈશ્વિક વેપાર અને ઊર્જા બજાર પર મોટો ખતરો ઊભો થયો છે.
ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં પાસિંગ આઉટ પરેડ યોજાઈ
દેહરાદૂનની ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં સ્પ્રિંગ ટર્મ 2026ની ભવ્ય પાસિંગ આઉટ પરેડ યોજાઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને સીએમ ધામીએ ઉપસ્થિત રહીને યુવા સૈન્ય અધિકારીઓની સલામી ઝીલી.
દેશના કેટલાક ભાગોમાં વરસાદ જ્યારે ગુજરાત અને રાજસ્થાનમાં હીટવેવ એલર્ટ
દિલ્હી-NCR સહિત દેશના પૂર્વ ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં હવામાન વિભાગે કાળઝાળ ગરમી અને હીટવેવનું એલર્ટ આપ્યું છે.
સુરેન્દ્રનગરમાં ધારાસભ્ય રાજુ કરપડા સામે પોસ્ટર વોર
સુરેન્દ્રનગરમાં પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો રોષ ભભૂક્યો છે. ખેડૂતોની મુશ્કેલી સમયે મૌન રહેલા સ્થાનિક ધારાસભ્ય રાજુ કરપડા સામે સોશિયલ મીડિયામાં "ગુમ છે"ના પોસ્ટરો વાયરલ થયા છે.
પાટણમાં શાળાના બાળકો મંદિરના શેડ નીચે ભણવા મજબૂર બન્યા
પાટણના સોજીંત્રા ગામમાં સરકારી બાબુઓની બેદરકારી સામે આવી છે. શાળાનું જૂનું મકાન તોડી પાડ્યા બાદ નવું ન બનતાં, 140 બાળકો કાળઝાળ ગરમીમાં મંદિરના શેડ નીચે ભણવા મજબૂર બન્યા છે.

