NEWS EVENING: ભારતીયોના મોત પર ભડક્યું ઈરાન, 4 રાજ્યો પર 'અલ નીનો'નો મોટો ખતરો, અમદાવાદના ઈસનપુરમાં ડિમોલિશન
સોર્સ : GSTV
ચાંચિયાગીરી કરી રહ્યા છે ટ્રમ્પ...: અમેરિકાના હુમલામાં ભારતીયોના મોત પર ભડક્યું ઈરાન
ઓમાનના દરિયામાં કથિત અમેરિકન હુમલામાં ભારતીય નાવિકોના મોત પર ઈરાને ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ઈરાને ટ્રમ્પ સરકાર પર 'ચાંચિયાગીરી' કરવાનો આક્ષેપ લગાવી ભારત સરકાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે.
મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપના એંધાણ, શરદ પવારની પાર્ટીના 3 ધારાસભ્યોની ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત
શરદ પવારની પાર્ટી NCPને કોંગ્રેસમાં ભેળવી દેવાની ચર્ચાઓ વચ્ચે મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ખળભળાટ મચ્યો છે. શરદ પવાર પક્ષના ત્રણ ધારાસભ્યોએ અચાનક ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત લેતા સસ્પેન્સ વધ્યું છે.
હિંસાના કારણે ટીમ ઈન્ડિયાના આયરલેન્ડ પ્રવાસ પર સંકટના વાદળ! 48 કલાકમાં લેવાશે મોટો નિર્ણય
બેલફાસ્ટમાં ફાટી નીકળેલી હિંસાના કારણે ભારતના આયર્લેન્ડ પ્રવાસ પર સંકટના વાદળો ઘેરાયા છે. મેચ અન્ય સ્થળે શિફ્ટ કરવી કે પ્રવાસ રદ કરવો તે અંગે BCCI અને ક્રિકેટ આયર્લેન્ડ ૪૮ કલાકમાં લેશે મોટો નિર્ણય.
ભારતના 4 રાજ્યો માટે સૌથી મોટો ખતરો સાબિત થશે અલ નીનો!
હવામાન એજન્સીના રિપોર્ટ મુજબ, પ્રશાંત મહાસાગરમાં આકાર લઈ રહેલું ખતરનાક 'ગોડઝિલા અલ નીનો' ભારતના ચોમાસાને બગાડી શકે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને આંધ્ર પ્રદેશમાં સરેરાશ કરતાં ખૂબ ઓછો વરસાદ પડવાની આશંકા છે.
અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ પૂર્ણ, પૂર્વ CM વિજય રૂપાણીના પુત્રીએ પિતા સહિત તમામ મૃતકોને આપી શ્રદ્ધાંજલિ
અમદાવાદના ભયાનક પ્લેન ક્રેશને આજે એક વર્ષ પૂર્ણ થતાં ઘટનાસ્થળે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ CM વિજય રૂપાણીના દીકરી રાધિકા રૂપાણીએ સાઈટ પર વૃક્ષારોપણ કરી પિતા સહિત તમામ મૃતકોને અંજલિ આપી હતી, તો BJ મેડિકલ કોલેજમાં પણ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટ તરફથી મીનાક્ષી નટરાજનને ઝટકો
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનની અરજી ફગાવી મોટો ઝટકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે એકવાર ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ કોર્ટ તેમાં કોઈપણ પ્રકારની દખલગીરી ન કરી શકે.
અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈસનપુરમાં ડિમોલિશનની કામગીરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઈસનપુરના આંબા તળાવ પાસે મેગા ડિમોલિશન હાથ ધર્યું છે. સરકારી જમીન ખુલ્લી કરવા માટે મનપા દ્વારા ૧૪૭ રહેણાંક મકાનો અને ૧૪ કોમર્શિયલ એકમો સહિત ૧૬૦થી વધુ ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાશે.
રાજકોટ મનપા દ્વાર વધુ એક ડિમોલિશનની તૈયારીઓ શરૂ, 15 દિવસનું આપ્યું અલ્ટીમેટમ
રાજકોટ મનપાએ અમીન માર્ગ પરના સરકારી પ્લોટ પરથી ૭૦ જેટલા ઝૂંપડા ખાલી કરવા ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ૫૦ વર્ષથી વસતા ગરીબ પરિવારોએ ચોમાસાને ધ્યાને રાખી વૈકલ્પિક વ્યવસ્થા અથવા મુદત વધારવા માંગ કરી છે.
સુરત ડિમોલિશન મામલે જીગ્નેશ મેવાણીએ કર્યા ગંભીર આક્ષેપ
સુરતના કથિત ભૂતિયા ડિમોલિશન મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે કરોડોની જમીન ખાલી થઈ ગઈ છતાં કમિશનર અજાણ કેમ છે? તેમણે મોઢે રૂમાલ બાંધેલા શખ્સોની તપાસની માંગ કરી છે.

