EVENING BULLETIN: મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, શિવસેના UBTનું કોંગ્રેસમાં વિલીનીકરણ? NEETની તૈયારી કરતા વિદ્યાર્થીનો આપઘાત
નમસ્કાર GSTV.in પર આપનું સ્વાગત છે, અને હું છું તમારી સાથે સુરભી... તો નજર કરીએ આજના EVENING news પર
મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો
યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. સુરક્ષાના કારણે મોસ્કોના તમામ એરપોર્ટ બંધ કરી દેવાયા છે અને ઓઇલ રિફાઇનરી પર પણ બોમ્બમારો કરાયો હોવાનો દાવો કરાયો છે.
અમેરિકન સાંસદ ઇલ્હાન ઓમરે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
અમેરિકન સાંસદ ઇલ્હાન ઓમરે ફરી એકવાર ભારત વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. તેમણે સત્તાવાર આંકડા વિના જ ભારતમાં મુસ્લિમોના નરસંહારનો ગંભીર આરોપ લગાવ્યો છે.
રામ મંદિર દાન કૌભાંડ મામલે તપાસ
અયોધ્યા રામ મંદિર નિર્માણના દાનમાં ગેરરીતિ મામલે SIT તપાસનો આજે ચોથો દિવસ છે. ટ્રસ્ટીઓની પૂછપરછ અને જમીન સોદાના દસ્તાવેજોની ચકાસણી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.
શિવસેના UBTનું કોંગ્રેસમાં વિલીનીકરણ?
મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ છે. ઉદ્ધવ ઠાકરેના ૬ બાગી સાંસદોએ પક્ષ છોડવા પાછળ શિવસેના UBT કોંગ્રેસમાં ભળી જવાની આશંકા હોવાનો દાવો કર્યો છે.
NEETની તૈયારી કરતા વિદ્યાર્થીનો આપઘાત
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ૧૭ વર્ષના વિદ્યાર્થી કહાન પટેલે આત્મહત્યા કરી છે. તે NEETની તૈયારી કરતો હતો, આ મામલે સાબરમતી પોલીસ વધુ તપાસ કરી રહી છે.
સુદર્શન સેતુ પર કારના બોનેટ પર બેસીને બનાવી રીલ્સ
દ્વારકાના સુદર્શન સેતુ પર ચાલતી કારના બોનેટ પર બેસીને રીલ્સ બનાવતી મહિલાનો વીડિયો વાયરલ થયો છે. જીવના જોખમે કરાતા આ સ્ટંટથી લોકોમાં ભારે રોષ છે.
શારદાબેન હોસ્પિટલ વિવાદ
અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં પ્રેગ્નન્ટ મહિલાના મોતના મામલે તંત્રએ સ્પષ્ટતા કરી છે. હોસ્પિટલના જણાવ્યા મુજબ મહિલાને જરૂરી તમામ સારવાર આપવામાં આવી હતી, પરંતુ અચાનક હૃદયના ધબકારા ખૂબ ઘટી જતાં હાર્ટ બંધ થઈ ગયું હતું. સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ ફોરેન્સિક અને પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.

