EVENING BULLETIN: ચૂંટણી પંચે કેન્દ્ર સરકાર પાસે માંગ્યા ₹500 કરોડ! રશિયામાં 'કાળો વરસાદ', અમદાવાદમાં રથયાત્રા પહેલા જળયાત્રા
ચૂંટણી પંચે કેન્દ્ર સરકાર પાસે માંગ્યા ₹500 કરોડ!
ચૂંટણી પંચે 2029ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે! મતદાન મથકો વધવાના કારણે અને જૂની મશીનો બદલવા માટે, ચૂંટણી પંચે નવા EVM ખરીદવા કેન્દ્ર સરકાર પાસે 500 કરોડ રૂપિયાથી વધુના ફંડની માંગ કરી છે!"
ઇમેન્યુઅલ મેક્રોને જીત્યા ભારતીયોના દિલ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્રાન્સ પ્રવાસના અંતિમ દિવસે પેરિસમાં એક ભાવુક ક્ષણ જોવા મળી! પીએમ મોદીને વિદાય આપતી વખતે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને ખાસ હિન્દી ભાષામાં સંદેશ આપીને કરોડો ભારતીયોના દિલ જીતી લીધા!"
રશિયામાં 'કાળો વરસાદ'
યુક્રેનના દ્વારા કરવામાં આવેલા અત્યાર સુધીના સૌથી મોટા ડ્રોન હુમલા બાદ રશિયાની રાજધાની મોસ્કો હચમચી ગઈ છે! હુમલાથી લાગેલી ભીષણ આગના કારણે મોસ્કોમાં આકાશમાંથી 'કાળો વરસાદ' થવાની ડરામણી ઘટના સામે આવી છે, જેણે વૈજ્ઞાનિકોને પણ ચિંતામાં મૂકી દીધા છે!"
રામ મંદિર બાદ કર્ણાટકના મંદિરમાં દાનચોરી
અયોધ્યા બાદ હવે કર્ણાટકના ઐતિહાસિક યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનપાત્રમાંથી ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે! આ ઘટનાની ગંભીરતાને જોતા વહીવટીતંત્રએ મોટી કાર્યવાહી કરીને મંદિરના મુખ્ય પૂજારી સહિત 6 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે!"
ટેલિગ્રામ પર દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો!
પેપર લીકની આશંકાઓને પગલે કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર લગાવેલા કામચલાઉ પ્રતિબંધને દિલ્હી હાઇકોર્ટે યોગ્ય ઠેરવ્યો છે! 21 જૂનની RE-NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણય પર કોર્ટે કહ્યું કે સરકાર પાસે આ સત્તા છે!"
અમદાવાદમાં રથયાત્રા પહેલા જળયાત્રા
અમદાવાદમાં રથયાત્રા પૂર્વે 29 જૂને યોજાનારી જળયાત્રા માટે 22મી જૂનથી સાબરમતી નદીમાં પાણી છોડાશે! આ સાથે જ ફૂટપાથ પર દબાણ રોકવા સાઈઝ નાની કરવાનો અને કુબેરનગરમાં તાત્કાલિક નવો ફૂટબ્રિજ બનાવવાનો AMCએ મોટો નિર્ણય લીધો છે!"
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ!
અસહ્ય ઉકળાટ બાદ આખરે ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે! પંચમહાલ, છોટાઉદેપુર અને અમરેલી સહિત રાજ્યના 46 તાલુકાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી મોટી રાહત મળી છે!"
સામાન્ય વરસાદમાં AMCના દાવા ધોવાયા!
અમદાવાદમાં ખાડા પૂરવાની AMCની 7 દિવસની ડેડલાઇન ફેલ ગઈ છે! ગઈકાલના સામાન્ય વરસાદી ઝાપટાંમાં જ રસ્તાઓ પોલા પડી ગયા છે અને ખોદકામ વાળી જગ્યાઓએ માટી બેસી ગઈ છે, જેને પગલે હવે તંત્રએ કામ પૂરું કરવા નવી તારીખો આપી છે!"

